________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
સર્ગ ૧૦ મે. ]
હરિવેશોત્પત્તિ. રાહ જુએ છે. મંત્રીની તેવી ભિન્ન વાણી સાંભળી રાજા તે રમણીમાં પિતાનું હૃદય મૂકી વક્રગીવાથી અવલોકન કરતે કરતો માંડ માંડ ત્યાંથી આગળ ચાલ્યો. સર્વ શરીરમાં કામદેવ વ્યાપ્ત થયેલ હોવાથી એ પરિતાપી રાજા અલ્પ જળમાં રહેલાં માછલાંની જેમ વસંતમાં, સ્ત્રીજનમાં, કમળમાં, વાપિકામાં, વિકાશી બોરસનીમાં કે કરેણના પુષ્પ ઉપર જરાપણ પ્રીતિ પામે નહિ. જેની બીજી ઇંદ્રિ બહેરાશ પામી ગઈ છે એ સુમુખ રાજા આગળ, પડખે, પછવાડે, શયનમાં, વનમાં અને ગૃહમાં જેવી તે સ્ત્રીને જોઈ હતી, તે પ્રમાણે તેનેજ જેવા લાગે. રાજાની આવી અવસ્થા જોઈ સુમતિ નામને મંત્રી જાણે તેના ભાવને જાણતો જ ન હેય તેમ ભક્તિથી બે “હે સ્વામી ! સર્વ પૃથ્વી ઉપર તમારી આજ્ઞા માન્ય છે, રણમાં તૃણની જેમ તમે સર્વ શત્રુઓને જીતીને નમાવી દીધા છે અને મૂર્તિમતી હોય તેમ શાશ્વત લક્ષ્મી તમારા ઘરમાં સદા વસે છે, તે છતાં તમને ખેદ થવાનું કાંઈ પણ કારણ મારા સમજવામાં આવતું નથી. હે મહારાજા ! સર્વ આપત્તિ દૂર ગયેલ છે, તે છતાં તમે કેમ ખેદ કરે છે ? કેમ ગ્લાનિ પામીને બેસી રહે છે ? અને કેમ નિશ્વાસ મૂકો છે ? તે મને જરૂર કહે ” આવાં સુમતિ મંત્રીનાં વચન સાંભળી રાજા બોલ્યા “હે મંત્રી ! તમે જાણે છે, તે છતાં અજાણ્યા છે તેમ કેમ પૂછો છો ? આજે આ વનમાં આવતાં રતિ અને અરતિ બંનેને આપનારી અને સર્વ સ્ત્રીઓનાં રૂપને લુંટનારી એક મનહર બાળા મારા જેવામાં આવી છે. તેણીએ પિતાનાં કટાક્ષનાં તીક્ષ્ણ બાણથી મારા મનને ઉતરડી તેમાંથી જ્ઞાતાપણું હરી લીધું છે, તેથી હું ચેતનરહિત થઈ ગયો છું.” તે સાંભળી મંત્રીએ હાસ્ય કરીને કહ્યું “હે રાજન ! તમને દુઃખ આપનાર તે કારણે મારા જાણવામાં આવ્યું છે. તે બાળા વનમાળા નામે વીરવિંદની સ્ત્રી છે, તે હું તમને મેળવી આપીશ, માટે તમે સુખેથી રાજમહેલમાં પધારે.” મંત્રીનાં વચનથી હર્ષ પામેલો રાજા તેની પૃષ્ઠ ઉપર હાથ ફેરવી પરિવાર સાથે ચેતનરહિત થઈ રાજમંદિરમાં ગયે.
હવે સુમતિ મંત્રીએ વનમાળાને મેળવવાને ઉપાય વિચારી નિશ્ચય કરીને એક આત્રયિકા નામની પરિત્રાજિકાને વનમાળા પાસે મોકલી. વિચિત્ર ઉપાય જાણવામાં નિપુણ એવી આત્રેયી તરતજ તેને ઘેર ગઈ. વનમાળાએ વંદના કરી, પછી તે બેલી “વત્સ ! ધર્મથી પ્લાની પામેલી કમલિનીની જેમ, દિવસે ચંદ્રની કળાની જેમ અને વનમાં દગ્ધ થયેલી કદલીની જેમ તું ફીકી કેમ જણાય છે ?” વનમાળા તેની ઉપર વિશ્વાસ લાવી નિઃશ્વાસ મૂકીને બોલી “હે માતા ! દુર્લભ વ
૧ વાંકડેક.
For Private and Personal Use Only