________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીય ખંડ.
દશમો સર્ગ. શ્રી શત્રુંજય માહાભ્ય ગર્ભિત શ્રી ગિરનાર મહાઓ, દિશીત સાર્વજ્ઞ, સર્વદશ, સર્વસુખકારી, સર્વસંતાપહારી, સર્વેશ્વરને પૂજ્ય, મહા
ગુણવાન, કર્મસાક્ષી, ભાવાનું, સેમ, રૂપ, કામદેવના વૈરી, નરકનું
એ મર્થન કરનાર, યોગીઓને ધ્યાન કરવાગ્ય મૂર્તિવાળા, અનંત, અવ્યBNPUક્તરૂપી, અને મૃત્યુરહિત એવા શ્રીવીતરાગભગવાન (અમારું) રક્ષણ કરે.
ઈંદ્ર શ્રી મહાવીર પ્રભુને પ્રણામ કરીને મહાભક્તિપૂર્વક વિજ્ઞપ્તિ કરી કે, “હે. સ્વામી અમારો ઉદ્ધાર કરવા માટે શત્રુંજય ગિરિનાં મુખ્ય શિખરસંબંધી વિતારવાળી જે કથા કહી, તેથી હું પવિત્ર થે છું. તેશિવાય એ ગિરિનાં એકસો ને આઠ શિખરો છે, તેમાં તમે એકવીશ શિખરો ઉત્તમ કહ્યાં છે. હે પ્રભુ! તે એકવિશ શિખરોમાં પણ જે શિખરનો મહિમા અધિક હોય, તે મહિમા સર્વને પવિત્ર કરવાને માટે હું સાંભળવાને ઇચ્છું છું. જે સાંભળવાથી સર્વ પાપો ક્ષય થાય, તે મહિમા આપ પ્રસન્ન થઈને કહે.” ઇંદ્રનાં આવાં વચન સાંભળી ત્રણ જગતના ગુરૂ શ્રીવીર પ્રભુએ સર્વ પ્રાણુઓની ઉપર દયા લાવી નીચે પ્રમાણે કહેવાનો આરંભ કર્યો –
શ્રી ગિરનાર વર્ણન, હે ઈંદ્ર ! સાંભળ, આ સિદ્ધગિરિનું પાંચમું શિખર રૈવતગિરિ ( ગિરનાર) છે, તે પાંચમા જ્ઞાન (કેવળ જ્ઞાન) ને આપવાવાળું છે. સર્વ રાજાઓએ સેવવા ગ્ય, સર્વ પર્વને પતિ અને આશ્રિત જનનાં દુઃખને હર્તા એ રૈવતગિરિ જયવંત વર્તે છે. એ ગિરિ અનેક અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને તિરરકાર કરવામાં સૂર્યરૂપ છે, વિશ્વમાં અદોષાકર છે અને કમલલ્લાસ કરનાર છે. ત્યાં ભક્તિ વડે ઉચિત દાન કે અનુકંપા દાન વિગેરે આપ્યાં હોય તો તે આ લેક અને પરલોકમાં હિતકારક સર્વસુખ આપે છે, અને તેના પ્રકાશિત પુણ્યનાં કિરણેથી ક્ષણવારમાં માખણની જેમ ભવભ્રમણથી ઉત્પન્ન થયેલે પાપપિંડ ગળી જાય છે. જેઓએ વારંવાર સુકૃત કર્યા હોય, તેવા કૃતાર્થ પ્રાણીઓ જ એ
૧ સૂર્ય. ૨ ચંદ્ર. ૩ દોષાકર ચંદ્ર કહેવાય છે પણ એ ગિરિ દોષના આકર-ખાણરૂપ નથી; અને સૂર્ય કમલને ઉલ્લાસ કરે છે તેમ એ ગિરિ કમલા-લક્ષ્મીને ઉલ્લાસ કરે છે.
૪૨.
For Private and Personal Use Only