________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
શત્રુંજય માહાતમ્ય.
[ ખંડ ૧ તે તીર્થોને પ્રભાવ વિસ્તારી, પન્નર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી શ્રીરામ મેલે ગયા. તે કાળે શ્રી ભરતાદિ અનેક રાજાઓ શત્રુંજયઉપર મોક્ષે ગયા, તેથી એ તીર્થ અવ્યાહતમુક્તિનું કારણ અને અધિક સેવવા ગ્ય છે. એવી રીતે આનંદકારી તીર્થના મહિમાથી પવિત્ર પુણ્યના સમૂહવાળી વાણીના સમૂહરૂપ જળ કે જે શંખના જેવી ઉજજવલ કીર્તિને આપનારું છે, તેને પુષ્પરાવર્ત મેઘની જેમ શ્રી વિરપ્રભુ ભવ્યજનરૂપી ક્ષેત્રમાં વર્ષો ને પછી તેના અંકુરો ઉત્પન્ન થવા દેવા માટે અનધ્યાય કરતા હવા.
इत्याचार्य श्रीधनेश्वरमरिविरचिते महातीर्थश्रीशचुंजयमाहात्म्ये श्रीरामप्रभृतिमहापुरुषचरितवर्णनो नाम नवमः सर्गः ।
इति शत्रुजयमाहात्म्ये प्रथमखण्डम् ।
For Private and Personal Use Only