________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૯ મ ] રામ રાવણનું તુમુલ યુદ્ધ, ચમત્કારી વિદ્યા. ૩ર૩ શિલાને તોડી નાખે તેવા મુદગરના ઘાતથી વિદ્યુત શસ્ત્રની પેઠે કુંભકર્ણને પૃથ્વી પર પાડી નાખે. પિતાના ભ્રાતાને મૂછ પામેલે જોઈને ક્રોધ પામેલા રાવણને અટકાવી, ઇંદ્રજીત કપિસૈન્યમાં પેઠે. તેણે કપિસૈન્યને ઘણો ઉપદ્રવ પમાડ્યો તે વખતે ગર્વ કરતા ઇંદ્રજીને સુગ્રીવે ક્રોધથી યુદ્ધ કરવા બોલાવ્યું, અને તેના નાનાભાઈ મેઘવાહનને ભામંડળે બેલા. તે ચારે મહાવીરે પરસ્પર આસ્ફાલન કરતા પૃથ્વી, સાગર, દિગ્ગજ અને પર્વતને ક્ષોભ કરવા લાગ્યા. પ્રાંતે આયુધ ઉગામીને ક્રોધ પામેલા ઇંદ્રજી અને મેઘવાહને કપીશ્વર સુગ્રીવ અને ભામંડળને નાગપાશથી બાંધી લીધા. અહીં ડીવારે સંજ્ઞા મેળવીને કુંભકર્ણ ગદાવડે હનુમાનને પ્રહાર કરી મૂર્શિત કરી દઈને પિતાની કાખમાં ઉપાડશે. તે સમયે અંગદસુભટે કુંભકર્ણને યુદ્ધ કરવા બોલાવ્યું. તેની સાથે યુદ્ધ કરતાં તેની ભુજા ઊંચી થઈ એટલે તેમાંથી પવનકુમાર વેગવડે બહાર નીકળી ગયે. અહીં વિભીષણ રામને નમી રથમાં બેસી નાગપાલવડે બંધાએલા ભામંડળને અને
પીથર સુગ્રીવને છોડાવવા આવ્યું. આ વિભીષણકાકા પિતાસમાન હેવાથી તેમની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી, એવું ધારી ઇંદ્રજીતુ અને મેઘવાહન રણમાંથી નાસી ગયા. એવામાં પૂર્વ અંગીકાર કરેલા વરદાનવાળે ગરૂડદેવ અવધિજ્ઞાનવડે રામનું સ્મરણ આવવાથી તત્કાળ ત્યાં આવ્યું. રામને સિંહનિદા વિઘા, રથ, હળ અને મુશલ તથા લક્ષ્મણને ગારૂડીવિદ્યા, રણમાં શત્રુઓનો નાશ કરનારી વિદ્વદના ગદા અને બીજ અસ્ત્રો આપી તે દેવ અંતર્ધાન થઈ ગયા. ગારૂડીવિઘાના યેગથી ગરૂડ જેનું વાહન થયેલ છે એવા લક્ષ્મણને જોવાથી સુગ્રીવ અને ભામંડળના નાગપાશના સર્વો નાસી ગયા. તેથી રામનાં બધાં સૈન્યમાં જ્યનાદ થે અને રાક્ષસનું સૈન્ય ગ્લાનિ પામ્યું. તે સમયે સૂર્ય પણ અરત થઈ ગયો.
પ્રાતઃકાળે રાક્ષસવીરોએ કપિસૈન્યને ભગ્ન કર્યું એટલે સુગ્રીવ પ્રમુખ વીરેએ આવીને નિશાચરોને નસાડી મૂક્યા. રાક્ષસસૈન્યનો ભંગ થવાથી ક્રોધ પામેલે રાવણ, ઇંદ્રજીતુ અને કુંભકર્ણ વિગેરે મહાપરાક્રમી વીરોને લઈને પોતે યુદ્ધ કરવા આવ્યું. તે સમયે યુદ્ધ કરવાને તૈયાર થતા રામને અટકાવીને વિભીષણ રાવણની પાસે આવી પ્રતિવડે તેને નિવારીને બંધ કરવા લાગે, “હે બંધુ! હજુ સુધી મારું વચન માન્ય કરી જાનકીને છોડી દે; કેમકે યમરાજની જેમ આ રામ તારા કુળને અંત કરવા આવ્યા છે. તે સાંભળી રાવણ બેલ્યા “હે વિભીષણ! મારાથી હણાત એ તું ભય પામીને એ વનેચરને આશ્રિત થયેલ છે, તે છતાં મને બીવરાવે છે. આ પ્રમાણે કહીને તેણે ધનુષ્યનું આરફાલન કર્યું એટલે બન્ને વીરોએ શસ્ત્રોની વૃષ્ટિ
For Private and Personal Use Only