SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૨૨ શત્રુંજય માહાભ્ય. [ ખંડ ૧ લો. સવડે ઉભેંટ થઈ નટડીની જેમ હાથમાં રહેલી ખર્શલતાને નચાવતા બાણોથી આકાશને આચ્છાદન કરતા, શબ્દોથી દિશાઓને ગજાવતા, પગથી પૃથ્વીને ફાડતા, પર્વતને કંપાવતા, સમુદ્રને ઉદ્દેલ કરતા, વૃક્ષોને ભાંગતા અને ચારેતરફ ઉછળતા એવા રામના સુભટો તેમને મારવા લાગ્યા. પછી રાવણે હુંકાર કર્યો એટલે તેના પ્રેરેલા રાક્ષસોએ વૃક્ષોને જળના કલ્લોલ ભગ્ન કરે તેમ વાનર સુભટને ભગાડ્યા. પછી યુદ્ધ કરવાને ઉઠેલા સુગ્રીવને અટકાવી હનુમાન વીર કોપ કરી રાક્ષસેની સેનામાં પેઠે. તે વખતે માલી નામે રાક્ષસ ધનુષ્ય ને ભાથાં લઈ મોટી ગર્જના કરતા ક્રોધવડે આક્ષેપ કરી હનુમાનની સાથે યુદ્ધ કરવા સારું આવ્યું. પરસ્પર અસ્ત્રોના સંપાતવડે અસ્ત્રોને તેડી નાખતા તે બન્ને વીર ક્રોધવડે પ્રલયકાળના બે સૂર્ય ઉદિત થયા હોય તેમ વિશ્વને દુ:પ્રેક્ષ્ય થઈ પડ્યા. જેવામાં શ્રીશૈલે માલી રાક્ષસને પિતાની હાથચાલાકીથી અસ્રરહિત કરી દીધે, તેવામાં વાદર નામે એક રાક્ષસ યુદ્ધ કરવા આવ્યું. તે વખતે ગર્જનાથી દિશાઓને બધિર કરતા પવનકુમારે પર્વતને વરસતાં વાદળાઓ જળવડે ઢાંકી દે તેમ બાણવડે તેને ઢાંકી દીધો. તે વખતે “અહા ! આ બન્ને વીર પરસ્પર એક બીજાને બાધા કરી શકતા નથી તેથી સરખા છે એવી લોકવાણીને નહીં સહન કરનારા પવનકુમારે તેને તત્કાળ મારી નાખે. વદરના વધથી ક્રોધ પામી રાવણના પુત્ર જંબુમાલીએ તિરસ્કારથી હનુમાનને યુદ્ધ કરવા માટે બેલા તત્કાળ હનુમાન સન્મુખ આવ્યું. પછી વીર હનુમાને જંબુમાલીને રથ ઘોડા અને સારથિવગરને કરી મૂકી લાકડીથી મુગટ પરની જેમ મુદગરથી તેના મસ્તક પર ઘા કર્યો. જંબુમાલી મૂછ પામે એટલે મહોદર અને બીજા રાક્ષસવીર હનુમાન્ ઉપર દોડ્યા આવ્યા. પવનકુમારે બાણવડે કાઈને મુખપર, કેને ભુજાઓમાં, કોઇને હૃદયમાં અને કોઈને કુક્ષિમાં મારવા માંડ્યા. તે વખતે રાક્ષસસેનાને ભંગ જોઈ તેને નહીં સહન કરનાર કુંભકર્ણ વિકરાળ મુખવાળે થઈ હાથમાં ત્રિશુલ લઈને માર્ગનાં વૃક્ષોને ભાંગતો દેડી આવ્યું. તેણે ચારે બાજુ વાનરોને નાશ કરવા માંડ્યો, તે જોઈ કુમુદ, અંગદ અને માહેદ્રને સાથે લઈ સુગ્રીવ રાજા વેગથી દેડતો આવે, અને બીજાં ભામંડળ વિગેરે વીરો પણ ઘણાં અસ્ત્રોને વર્ષાવવા લાગ્યાં. તેઓને કુંભકર્ણ મહા ઉદ્દત સ્વાપશસ્ત્રથી ક્ષણવારમાં નિદ્રા લીન કરી દીધા. પછી સુગ્રીવે પ્રબોધિની વિદ્યાવડે પિતાના સૈન્યને જાગ્રત કરી ગદાવડે શત્રના રથ અને ઘડાઓને ભગ્ન કર્યો, એટલે કુંભકર્ણ પણ રોષથી હાથમાં મુગર લઈને જીર્ણ ભાંડની પેઠે સુગ્રીવના રથને ચૂર્ણ કરી નાખે. સુગ્રીવે ૧ વીજળી. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy