________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૪ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લો. ઇંદ્ર ક્ષીરસમુદ્રમાં પધરાવ્યા. પછી ઇંદ્ર હાથની સંજ્ઞાવડે સર્વ કોલાહલ શાંત કર્યો એટલે પ્રભુએ ત્રિવિધ ત્રિવિધે સામાયિક ઉચ્ચર્યું. એક હજાર રાજાઓની સાથે પ્રભુએ વ્રત ગ્રહણ કર્યું. તે સમયે ઈંદ્ર તેમના રકંધ ઉપર એક ઉજવળ દેવદૂષ્ય વસ્ત્ર નાખ્યું. તે સમયે માઘમાસની શુક્લ નવમીએ ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવતા દિવસને પાછલે પહેરે છઠ તપવાળા પ્રભુને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાંથી નિઃસંગ થઈ, મૌન ધારણ કરી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો, અને ઇંદ્રાદિક દેવતાઓ નંદીશ્વરદ્વીપે ગયા. બીજે દિવસે અધ્યાનગરીમાં બ્રહ્મદત્તને ઘેર પ્રભુએ પરમાનથી મહાકલ્યાણનું કારણ એવું પારણું કર્યું. તે સમયે તેનાં ઘરનાં આંગણામાં સાડાબાર કાટિ સેનૈયાની, પુષ્પોની અને દેવદૂષ્ય વસ્ત્રોની વૃષ્ટિ થઈ, આકાશમાં દેવદંદુભિ વાગી, ચેલેક્ષેપ થયો અને દાતારની પ્રશંસા કરતા દેવતાઓએ જય જય શબ્દને ઉચ્ચાર કર્યો. “પ્રભુએ સ્પર્શેલી આ ભૂમિને બીજો કોઈ સ્પર્શ કરે નહીં એવું ધારી બ્રહ્મદત્તે તે ઠેકાણે ધર્મચક્ર કરાવ્યું.
આર્ય અનાર્ય દેશોમાં મમતારહિત વિહાર કરતા પ્રભુએ ધ્યાનરૂપ અગ્નિથી પિતાના ઘાતકર્મને બાળી નાખ્યાં. હાર અને સર્ષમાં, મણિ અને પથ્થરમાં, વણ અને સ્ત્રીમાં, શત્રુ અને પુત્રમાં અને કાંચન અને કાચમાં પ્રભુ સમદૃષ્ટિવાળા થયા. તેમજ સુખમાં અને દુઃખમાં, સંસારમાં અને મોક્ષમાં, જનસંકુલ સ્થાનકમાં અને નિર્જન સ્થાનકમાં, દિવસ, રાત્રિ અને સંધ્યાકાળમાં સમાવવાળા થયા. કૂર્મની પેઠે ઇંદ્રિયને ગોપવનાર, આકાશની જેમ નિર્લેપ, પૃથ્વીની પેઠે ક્ષમાવાન અને સૂર્યની જેમ તેજવડે અદૂભુત એવા ઐલેક્ટ્રપતિ પ્રભુ સર્વ દેશોમાં બાર વર્ષ સુધી વિહાર કરી ફરીને અધ્યાસમીપે આવ્યા. ત્યાં સહસ્સામ્રવનમાં સપ્તઋદવૃક્ષની નીચે ગદેહાસને રહી થાનાંતરમાં વર્તતા પ્રભુને ઘાતકમોને ક્ષય થવાથી પૌષમાસની શુદ્વાદશીએ ચંદ્ર રોહિણનક્ષત્રમાં આવતાં દિવસને પશ્ચિમભાગે કેવળજ્ઞાન ઉ.
ત્પન્ન થયું. તે સમયે ચૌદ રાજલક પ્રમાણુ બધું જગત, જીની ગતાગતિ અને કર્મોના વિપાક–સર્વે હાથમાં રહેલા મણિની પેઠે જોવામાં આવ્યું. તત્કાળ આસનકંપ થતાં, સર્વ ઈદ્રો રવિના બિંબની સાથે સ્પર્ધા કરે તેવા વિમાનમાં બેસીને ભક્તિપૂર્વક ત્યાં આવ્યા. દેવતાઓએ એક જન પ્રમાણ પૃથ્વીપર રૂ, સુવર્ણ અને મણિરતવડે ત્રણ પ્રકારવાળું અને ચાર કારવાળું સમોસરણ રચ્યું.
અહીં અધ્યામાં સગરરાજા સભા ભરીને સિંહાસનઉપર બેઠા હતા, તેમને ૧ ક્ષીર-ખીર. ૨ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતક છે.
For Private and Personal Use Only