SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૮ મે. ] અજિતનાથ પ્રભુનો દીક્ષા મહોત્સવ. ૨૬૩ જરા પણ તૃપ્ત થતો નથી, પરંતુ એક લવ માત્ર દુઃખ આવી પડે છે તો તેમાં સઘ ઉદ્વેગ પામી જાય છે. પુણ્ય કરવાથી પ્રાણીને અનેક સુખ પ્રાપ્ત થાય છે છતાં તે પુણ્યમાં પ્રાણને આદર થતો નથી અને પ્રમાદથી દુઃખ થાય છે છતાં તેમાં આદર કરાય છે. જડ પ્રાણી કરે છે બીજું અને તેથી જુદા ફળની ઈચ્છા કરે છે, પરંતુ બીજ લીંબડાનું વાગ્યું હોય તો તેમાંથી શું કલ્પવૃક્ષને અંકુર ઉત્પન્ન થાય! આ સંસારરૂપ સમુદ્રમાં વિષયરૂપ આમિષના લેભથી અજ્ઞપ્રાણુઓ માછલાની જેમ વિષય કષાયરૂપ ધીવરની નાખેલી દુઃખરૂપ જાળમાં ફસાય છે. આ સંસારરૂપ ચૌટામાં વિષયરૂપ છાચારી વૈરીઓ જડપુરૂષના પુણ્યરૂપ ચૈતન્યને છળથી હરી લે છે. ભવભવમાં પુત્ર, મિત્ર અને સ્ત્રીરૂપ પાશથી બધાએલ પ્રાણ પક્ષીની જેમ - છાથી ધર્મમાં રમી શકતો નથી. જે વિષયસંબંધી તુચ્છ સુખના લેભથી પિતાનું પુણ્ય હારી જાય છે, તેઓ ચરણ જોવા માટે અમૃત વાપરે છે. આ પ્રમાણે પ્રભુ ચિતવતા હતા, તેવામાં સ્વર્ગમાંથી “જય જય ” એવી વાણું ઉચ્ચારતા કાંતિક દેવતાઓ આવ્યા; અને “હે સ્વામી! તીર્થ પ્રવર્તાવે અને સર્વના મેહને હર” એમ કહી તેઓ વિનયથી નગ્ન થઈ પિતાને સ્થાનકે ગયા. પછી પ્રભુએ તત્કાળ ઉઘાનકીડાદિક સર્વ છોડી દઈ કામધેનુને પણ અલ્પ કરે તેવી રીતે વાર્ષિકદાન આપવાનો આરંભ કર્યો. સાંવત્સરિક દાનમાં તેમણે જે હાથી, ઘોડા, રથ, પૃથ્વી, રક્ત, માણિક્ય અને વસ્ત્રનું દાન આપ્યું તેની સંખ્યા પ્રભુ પોતે જ જાણતા હતા, બીજું કોઈ જાણતું નહોતું. પોતાના ભાઈ સગર ભવિષ્યમાં ચક્રવર્તી થવાના છે એવું જાણીને તે ઈચ્છતા નહતા તે પણ તેમને બળાત્કારે પ્રભુએ રાજયપર બેસાર્યા. પછી આસનકંપથી દીક્ષા સમયની જાણ થતાં પ્રભુના તે કલ્યાણકને મહોત્સવ કરવા માટે સર્વ ઈંદ્રો પોતપોતાના સ્થાનથી આકાશમાં એણે બાંધતા અને પરસ્પર સંધષ્ટ કરતા ત્યાં આવ્યા. પ્રભુ સ્રાન કરી, દિવ્ય વસ્ત્રાભરણ પહેરી ગૃહચૈત્યમાં અહંતનાં બિંબની પૂજા કરીને સુરઅસુરોએ રચેલી સુપ્રભા નામની શિબિકામાં, પાલકવિમાનમાં ઇંદ્ર આરૂઢ થાય તેમ આરૂઢ થયા. હાથવડે ન્યુંછણ કરતી વૃદ્ધ સ્ત્રીઓએ વધાવેલા પ્રભુ એક હજાર પુરૂષવડે વહન કરાતી શિબિકામાં બેસીને સહસ્ત્રામવનમાં આવ્યા. ત્યાં અશોકવૃક્ષની નીચે શિબિકા મૂકી એટલે ઉદયાચળપરથી સૂર્યની જેમ પ્રભુ તેમાંથી ઉતર્યા. પછી પ્રથમ ધારણ કરેલા વસ્ત્રાભરણ અને માળાઓ વિગેરે સર્વે તજી દીધું, જેને ઈંદ્ર પિતાના વસ્ત્રના છેડામાં ગ્રહણ કર્યું. પછી કુકર્મોત્પન્ન લેશની જેમ મસ્તક પરના કેશને પાંચ મુષ્ટિવડે લેચ કર્યો. તે કેશ ૧ ખરાબ કામોથી થયેલા. For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy