________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૭
સર્ગ ૫ . ] ભરતચક્રીએ કરેલી અતિ અદ્દભુત સ્તુતિ.
છે. હે અધીશ! યેગીઓ તમારૂં ઉત્કૃષ્ટ જ્ઞાન મેળવવા માટે પાર્થિવાદિ ફુરણયમાન પાંચ પિંડWધ્યાનની ધારણાને અભ્યાસ કરે છે, વળી મહાત્માઓ પદરથ
ધ્યાનની સિદ્ધિને માટે આપના ઉપદેશ પ્રમાણે ચક્રની અંદર અહંત બીજ વિગેરેની “જન કરી તમારું ધ્યાન ધરે છે. જે મુનિ રાગ દ્વેષથી મુક્ત, ગધારી, નિરા“શ્રય, ફુરણાયમાન, ઘાતકર્મને ઘાત કરનાર, કરૂણામાં તત્પર, અને કેવળજ્ઞાનના પ્રકાશથી લોકલોકને અવલોકન કરનાર–એવા આત્માનું તન્મયપણાથી
ધ્યાન કરે છે, તે મુનિ રૂપસ્થ ધ્યાનના વેત્તા કહેવાય છે. ગીલેકો, આત્મા“નુભવથી નાનામૃતવિચાર, ઐક્યશ્રતવિચાર, સૂક્ષ્મક્રિય અને સમુચ્છિન્નક્રિય–એવાં ચાર પ્રકારનાં શુકલધ્યાનને જાણીને પિતાના અંતઃકરણમાં ચિન્મય અને અરૂપી એવા તમને જુએ છે. હે દેવ! પૂર્વે વિવિધ ધ્યાનથી જે ચિત્તવડે તમે ધ્યાન કર્યું હતું, તે ચિત્તને અનુક્રમે આત્મામાં પ્રવેશ કરીને હણી નાખે છે, તે ઘણી સારી વાત છે. હે દેવી! તત્ત્વવેત્તાઓ તમને પરમાર્થડે નિરાકાર, નિરાધાર, નિરાહાર, અને નિરંજન રૂપે જાણે છે. હે પ્રભુ! તમારા અવક્ર પરમ બ્રહ્મમય તેજને સમૂહ સર્વવ્યાપક છતાં મારા મોહાંધકારને કેમ નથી હોતો ? હે નાથ! જ્યારે તમે ચિદાનંદ ચંદ્ર દૂર હો છો ત્યારે જ પ્રાણીઓને સંસારરૂપી ગ્રીષ્મઋતુને તાપ વ્યાપે છે, નિદ્રાવસ્થામાં શૂન્યતા થાય છે અને જાગ્રત અવસ્થામાં ઘણા સંકલ્પ થયા કરે છે તેથી વિદ્વાને તમારું પદ એ બંને અવસ્થાને ઉલ્લંધન કરનારું છે એમ કહે છે. “હે વિભ! જયારે ધ્યેયવસ્તુ તમે છે, ત્યારે ધ્યાતા પુરૂષ અને ધ્યાન બન્ને વિલય પામે છે, અર્થાત ધ્યેયમાં એકતા પામી જાય છે. તેથી બહિર્મુખ લે કે તમારા ધ્યાનથી વિમુખ રહે છે. હે દેવ! જે તત્ત્વવેત્તાઓનું ચિત્ત કલ્પનાતીત થયેલું હોય છે, તેઓ “ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણ ભેદને જુદા જુદા જરાપણ જાણતા નથી, ત્રણેની એકતા અનુભવે છે. જેમનું મન ઉદાસીન પદમાં સ્થિત થયું ન હોય, તેઓને
આ ચેય, આ ધ્યાન અને હું ધ્યાતા એવી બુદ્ધિ થાય છે. જે સર્વ કર્મથી રહિત, “નિઃસંગ, નિયમ, નિરંજન અને સદાનંદમય છે, તેજ તમે છે અને તમે તેવાજ
છે એમ હું માનું છું. હે નાથ! જેઓ તમને જાણનારા છે, તેઓ શત્ર અને મિત્રમાં, મૂર્ખ ને વિદ્વાનમાં અને સુખને દુઃખમાં સમાન હૃદયવાળા હોય છે. હે પ્રભુ! જેનાથી તમે ઓળખાઓ નહીં, તે તપ, શ્રુત, વિનય, અને જપ શા કામનાં છે?
૧ આ રૂપાતીત ધ્યાનનું લક્ષણ છે. ૨ આકારવગરના, અરૂપી. ૩ આધારવગરના. ૪ કોઈ પણ પ્રકારના આહાર ન લેનારા. ૫ ચંદ્રવગરની અંધારી રાતમાં શૂન્યતા અને તેથી સંકલ્પ-વિકલ્પ થાય છે, પ્રભુરૂપ ચંદ્ર ઉદય થતાં આ સ્થિતિ દૂર થાય છે. દ એટલે ધ્યાન કરનારા પુરૂષ ધ્યેયરૂપ બની જાય છે.
For Private and Personal Use Only