________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
૧
ત્રાદિકથી, સેાના રૂપાથી, પાષાણાદિકથી કે કાથી શ્રી જિનનાથને પ્રાસાદ કરાવવે. જે શ્રીજિનેશ્વર ભગવંતને માટે માત્ર ધાસને પણ આવાસ કરે છે તેઓ દેવતા થઈને અખંડિત વિમાનાને મેળવે છે, તે જેએ સુંદર રલ સુવર્ણાદિકથી જિનપ્રાસાદ કરાવે તે પુણ્યપ્રધાન પુરૂષાને જે ઉત્તમ ફળ થાય તેને તે કાણજ જાણી શકે ! જે કાષ્ટાદિકથી જિનાવાસ કરે છે, તે કર્તા પુરૂષ તે કાષાદિકમાં જેટલા પરમાણુએ હાય છે તેટલા લાખ પડ્યેાપમ સુધી રવર્ગમાં રહે છે. નવીન જિનમંદિર કરાવવાથી જેટલું ફળ પ્રાપ્ત થાય છે, તેનાથી વિવેકી જનને આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરવાથી થાય છે. શત્રુંજયાદિ તીર્થોમાં જે પ્રાસાદ અને પ્રતિમા કરાવે છે તેનું પુણ્ય તે જો જ્ઞાની હેય તે તેજ જાણી શકે છે.
“શ્રીઅદ્વૈતનાં ભિંબે શુદ્ધિપૂર્વક મણિ, રલ, સુવર્ણ, રૂપું, કાષ્ઠ, પાષાણ અને મૃત્તિકાનાં કરાવવાં. જે એક અંગુષ્ટથી માંડીને સાતસો અંગુષ્ટ સુધીનાં જિર્નાબંબ કરાવે છે તેને મુક્તિરૂપ લક્ષ્મી વશ થઇને રહે છે. જે એક અંગુષ્ટપ્રમાણ પણ જિનબિંબ કરાવે છે, તે ભવાંતરમાં એકછત્ર સામ્રાજ્યને મેળવે છે. જેમ મેરૂથી બીજો મેટા ગિરિ નથી, કલ્પવૃક્ષથી બીજું ઉત્તમ વૃક્ષ નથી, તેમ જિબિંબ કરાવવા જેવા બીજો ઉત્તમ ધર્મ નથી. શ્રી જિનભંખ કરાવીને પછી દુર્ગતિથી કાણ ભય પામે! સિંહના પૃષ્ઠ ઉપર બેસનારને શિયાળ શું કરી શકે! જેએ ગુરૂના કહેવા પ્રમાણે શ્રીજિર્નાબંબ રચાવે છે તેમના ગૃહાંગણમાં ગૈલાયની સંપત્તિએ કિંકરી' થઇને રહે છે. જે સૂરિમંત્રથી અદ્વૈતની પ્રતિષ્ઠા કરાવે છે, તે અત્યંત્પ્રતિષ્ઠાને (તીર્થંકરપણાને) પ્રાપ્ત કરે છે; જેવું વાવે તેવું ફળ મળે છે.' બીજાએ જેટલા હજારો વર્ષસુધી જે જિનબિંબની પૂજા કરે છે, તેટલા હજારા વષૅસુધી તે જિમાંખબના કર્તાને પૂજાના ફળના અંશ મળ્યા કરે છે. પ્રતિષ્ઠિત કરેલાં જિનબિંબેાનાં પ્રથમ દર્શન કરવાથી જે ઉભય લાકહિતકારી ફળ થાય છે તેની સંખ્યા માત્ર કેવલી ભગવંતજ જાણે છે. કાઇ પણ સારૂં કે મારું કાર્ય કરનાર, કરાવનાર, અનુમેદન કરનાર અને તેમાં સાહાય્ય આપનાર જીવાને શુભ કે અશુભ તુલ્ય લ થાય એમ ભગવંતે કહેલું છે. જે જે દેશમાં કે નગરમાં અત્યંત પ્રભુની પ્રતિષ્ઠા થાય, તે તે દેશમાં કે નગરમાં રાગ, દુર્ભિક્ષ કે વેરભાવ ઉત્પન્ન થતાં નથી. જે સ્ત્રી શ્રીજિનનાયક પ્રભુને સાત્ર કરવા માટે માથે જળની ગાગર ભરીને લાવેછે તે સ્ત્રી શુભચિત્તને વશ થવાથી ચક્રવર્તીની ગૃહિણીનું પદ મેળવી પ્રાંતે મુક્તિને પામેછે. જેમ
'
૧ જિનચૈત્ય-મંદિર. ૨ પ્રથમ ક્ષેત્રમાં જિનચૈત્ય છે તેનું વર્ણન કર્યું હવે બીજા ક્ષેત્રમાં જિનપ્રતિમાનું વર્ણન કરે છે. ૩ દાસી. ૪ ૧૬.
For Private and Personal Use Only