________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૫ મે.] સુનાભગણધરની દેશના.
૧૮૭ કરતી વખતે ગુરૂ હર્ષથી બોલ્યા–“હે રાજા ! સૂરિમંત્રથી પ્રતિષ્ઠિત, દૃષ્ટિદેષને દૂર કરનારું અને ગુરૂનાં કરકમળથી થયેલું આ તિલક તમને મંગળીક આપે.” આમમાણે કહી સુનાભ ગુરૂએ હર્ષથી ભરતના લલાટ ઉપર મુક્તિ સ્ત્રીના વશીકરણ ઔષધરૂપ તિલક કર્યું. પછી “રૂછામિ ક્ષમાશ્રમના વંવિતું' એમ કહી તેમની આજ્ઞા મેળવી ચક્રવર્તીએ સુનાભગુરૂને પંચાંગ પ્રણામ કર્યા. એટલે ગુરૂએ સર્વ લક્ષ્મીને વશ કરવાના ઔષધસમાન, વિપત્તિરૂપ સર્ષમાં ગરૂડ તુલ્ય, તેમજ સંસારથી તારનાર ધર્મલાભ આપ્યો. પછી તેમના મુખરૂપ ચંદ્રથી નીકળતી વાણુરૂપ સુધાનું પાન કરવાને ભરતરાજા ચકોરની જેમ તેમની આગળ પ્રસન્ન થઈને બેઠા. ચક્રવઊંના મુખરૂપ ચંદ્રના ઉદયથી શ્રીગુરૂના અંતરમાં રહેલે શ્રુતસમુદ્ર એટલો બધે વૃદ્ધિ પામે કે અંદર ન સમાવાથી દેશનાને મિષે બહાર નીકળવા લાગે. તેઓ બોલ્યા “જેઓ આ લોકમાં શ્રીજિનેશ્વર ભગવંતને પૂજે છે તે મનુષ્યજ ધન્ય છે, તેઓજ કૃતાર્થ છે અને તેમનાથી જ આ ભૂમિ વિભૂષિત છે. વેગવાળા ઘડા, ઉન્મત્ત ગજેંદ્ર, સર્વ જાતની સંપત્તિ, અનુરાગી સેવકો, શ્વેત છત્ર અને ચામર, સિંહાસન, મહાશય્યા, સાધ્વી, અંતઃપુરની સ્ત્રીઓ, સંગીત, સુગંધી વસ્તુઓ, વારાંગનાના વિલાસ, છત્રીસ રાજપાત્રો, તેમનાથી થતા વિદો અને અનેક રમણીય પદાર્થો જેનાથી પ્રાપ્ત થાય છે એવું રાજય પણ જિનપૂજાથીજ મળે છે. જે દધિ, વૃત, પય, સાકર અને ચંદન એ પંચામૃતવડે શ્રી અર્હતે પ્રભુને સ્નાત્ર કરાવે છે તે અમૃતનું ભજન કરનાર દેવ થાય છે. જેઓ શ્રીજિનાધીશને હાથવડે પૂજે છે અને સેવે છે, તેઓ સર્વ જગજજનો કરતાં વિશેષ વૈભવવાળા થાય છે. જે એક દિવસે માત્ર એકવાર શ્રી જિનપૂજા કરે છે તે ક્ષણવારમાં અનેક ભવનાં સંચય કરેલાં પાપ નાશ કરે છે. પ્રાત:કાળે કરેલું જિનેશ્વર ભગવંતનું દર્શન નિશાનું પાપ હણે છે, મધ્યાહ્નકાળે કરેલું દિવસનું પાપ હણે છે અને રાત્રિએ કરેલું
એક જન્મમાં ઉપાર્જિત કરેલું પાપ હણે છે. જે ચતુર પુરૂષ શ્રી જિનચરણમાં ચાર વખત પુષ્પાંજલિ મૂકી તીર્થોદકવડે સ્નાત્ર કરાવે છે, તે પુરૂષ ચાર ગતિમાં પરિભ્રમણ કરતો નથી. જળ, પુષ્પ, અક્ષત, ધૂપ, ફળ, નૈવેદ્ય, દીપ અને સ્તુતિવડે તેમજ પત્રાદિક વડે પણ શ્રીજિનેશ્વરની ભક્તિથી પૂજા કરવી. શ્રીજિનેશ્વર ભગવંતની આજ્ઞા પ્રમાણે અષ્ટ પ્રકારે જે જિનપૂજા કરે છે તેની પાસે સદા અષ્ટ સિદ્ધિ પ્રત્યક્ષપણે રહે છે જે પ્રાણી શુભાશયવડે સાત ક્ષેત્રમાં સદ્દવ્યરૂપી બીજ વાવી સમયે સમયે ભાવનારૂપ જળવડે આદરપૂર્વક તેપર સિંચન કર્યા કરે છે, તે સમાધિવડે ચૌદ રાજલકને ભેદી અતુલ જ્ઞાનને પામી લેકારાને પ્રાપ્ત કરે છે. તે સાત ક્ષેત્રોમાં પ્રથમ મણિર
For Private and Personal Use Only