________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર શત્રુંજય માહાતમ્ય.
[ ખંડ ૧ લે. સર્વ સૈનિકે ઘુમતા હોય, મૂછ પામ્યા હેય, અચેતન થયા હોય અથવા સર્વસ્વથી ભ્રષ્ટ થયા હોય તેવા થઈ ગયા. પછી બાહુબલિએ ક્રોધ પામી પિતાના તેજને ગર્વ ધરીને બ્રહ્માંડને ફેડે તેવો સિંહનાદ કર્યો. તે નાદથી પોતાને મથન કરનારા મંદર પર્વતના ધ્વનિની શંકાથી ત્રાસ પામેલા સમુદ્રના જલજંતુઓ ભ્રાંતિથી અંદર પેશી ગયા, ફરીને ઈંદ્ર છેડેલા વજન વનિના શ્રમથી પિતાને ક્ષય થવાની શંકા કરતા કુલપર્વતો કંપી ગયા, અને ત્રણે લોક જાણે રેગા હોય અથવા અંદર કોઈ શલ્ય પેઠું હોય તેમ ચેતનરહિત થઈ ગયું. ડીવાર પછી દેવતાની સ્ત્રીએને પિતાના પતિના વક્ષસ્થળનું શરણ કરનારી અને કઈ દિશામાં જવું તેવા સંશ્રમવાળી કરતું દુઃસહ સિંહનાદ ફરીથી ભરત રાજાએ કર્યો. તરતજ પ્રચલિત શ્રવહેંદ્રિયમાં બધિરપણું અને રિથરમાં ચલિતપણે કરતે એવો સિંહનાદ બાહુબલિએ કર્યો. એમ વારંવાર સિંહનાદ કરતાં દુર્જનના સ્નેહની અને સર્પની કાયાની જેમ અનુક્રમે ભરતને સિંહનાદ ઉત્તરોત્તર હીન થવા લાગે અને નદીના પ્રવાહની તેમજ સજજનની પ્રીતિની જેમ બાહુબલિને સિંહનાદ ઉત્તરોત્તર વધવા લાગે. શાસ્ત્રના વાદની જેમ પરરપર વાગ્યુદ્ધ કરતાં છેવટ બાહુબલિએ સર્વની સાક્ષીએ ભરતને જીતી લીધું. તેના બલથી અંતરમાં ચમત્કાર પામેલા દેવતાઓએ પ્રશંસાપૂર્વક તેની ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
પછી બાહુબલિએ કહ્યું “હે જગત્પતિ મહાભુજ! તમે જરા પણ ખેદ કરશે. નહી. કાકતાલીય ન્યાયથી જિયે છું એમ માનીને હવે મુષ્ટિયુદ્ધ કરવા તત્પર થાઓ.” આવા બાહુબલિના વચનથી ભરતને ઉત્સાહ આવ્યું, એટલે તત્કાળ મુષ્ટિયુદ્ધ કરવાને ભુજાટ કર્યો. કટી ઉપર વસ્ત્ર બધી પૃથ્વીને ઊંચી નીચી કરતા બન્ને વિરકુંજર ચરણન્યાસથી વિલાસ કરવા લાગ્યા. વાયુ વેગથી વૃક્ષની જેમ ઊંચા થતા અને નીચા નમતા તેઓ આકાશ ભૂમિને ગજાવે તેવા સિંહનાદ કરતા હતા. ઉછળી ઉછળીને ચરણવડે પૃથ્વી પર વારંવાર તાડન કરવાથી કૂર્મરાજને પ્રાણ દેહરૂપ સંકટમાં પાડતા હતા. સમીપ રહેલા બે વૃક્ષોની જેમ પરસ્પર ભુજાઓથી વારંવાર મળતા હતા અને પાછા જુદા થતા હતા. તેમના ચરણપ્રહારથી પિતાને ક્ષય થવાની શંકા રાખતી પૃથ્વી, અસહનપણાથી જાણે પિકાર કરતી હોય તેમ ગાજતી હતી.
આ પ્રમાણે થોડી વાર ચાલ્યા પછી ક્રોધ પામેલા બાહુબલિએ ભરતચક્રીને ૧ કાનમાં બહેરાપણું. ૨ ફૂલ વરસાદ.
For Private and Personal Use Only