________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
,
સી ૪ થો.]
દૃષ્ટિયુદ્ધ, વાયુ, મુયુિદ્ધ
૧૫૧
રાજાઓના મુગટ સમાન ભરતે આજ્ઞા કરી એટલે સર્વ રાજવીરાએ વારંવાર આકર્ષણ કરવા માંડયું. પણ ભરત પોતાને સ્થાનકેથી જરાપણ ચલિત થયા નહીં. પછી ચક્રવર્તીએ પેાતાના હાથ જરાક પાછે ખેંચ્યા, ત્યાં તે સર્વે વીરા, વાહન તથા પરિવાર સહિત લત્તાપર પક્ષીઓનીપેઠે તે સાંકળસાથે ખાડાઉપર લટકી રહ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોતાના સ્વામીના બળનું આવું માહાત્મ્ય જોઈ પ્રસન્ન થયેલાં તેઓ પછી રણથી પરાસ્મુખ થઇ સાક્ષીની જેમ નજીક ઊભા રહ્યા. દેવતાઓએ રણભૂમિપર સુગંધી જલથી સિંચન કર્યું અને પંચવી પુષ્પાની શ્રેણ વરસાવી. પછી ભરત અને બાહુબલિ હાથી ઉપરથી ઉતરીને રણભૂમિમાં આવ્યા. પ્રથમ દૃષ્ટિયુદ્ધની પ્રતિજ્ઞા લઈ એક બીજાની સન્મુખ ઊભા રહ્યા. અનિમેષ દૃષ્ટિએ સામસામું જોઇ રહેલા તે વીરા જાણે પરસ્પર ચિરકાળ અવલાકન નહિ કરવાના દોષને ટાળતા હાય તેમ દેખાતા હતા. પર્વતના જેવા ઉન્નત તે બંને સામસામા નેત્રને પ્રસારીને અને તામ્રમુખ કરીને રહેલા હતા તેથી જાણે કામદેવનેા ગ્રાસ કરતા હાય તેમ ભયંકર જણાતા હતા. એમ જોતાં જોતાં ઉદય પામતા સૂર્યના જેવી આકૃતિવડે અતિ રૌદ્ર એવું બાહુબલિનું મુખ જોનારા ચક્રવર્તીનાં નેત્ર અયુક્ત થઇને મીંચાઈ ગયાં. તેમ જોઇને ભરતના સૈન્યે નીંચુ જોયું અને બાહુબલિના સૈન્યે સ્પર્ધાથી ઊંચું જોયું. પછી ભરતને નીચું જોઈ રહેલ જોઈ બાહુબલિ બાલ્યા−‘ હૈ બંધુ ! ઉદ્વેગ કેમ પામેછે, હવે મારી સાથે વાયુદ્ધ આચરા.’ તેનાં વચનથી પગના આધાતથી સપૈની જેમ ક્રોધ કરીને ભરત બેાલ્યા ‘ અરે આત્માને વિજય માનનાર ! હું વાયુદ્ધ કરવાને તૈયાર છું. ' આપ્રમાણે કહી, આકાશમાંથી તારા ગ્રહ અને નક્ષત્રો ને ખેરવતા તેમજ ત્રાસ આપતા, મંદરાચળે ક્ષેાલ કરેલા સમુદ્રના ધ્વનિ જેવા, ઐરાવતના નાદ જેવા અને કલ્પાંત કાળના મેધના ગોરવ જેવા મહા ધાર સિંહનાદ ભરતે કર્યો. તે સિંહનાદથી કુલપર્વતના શિખર કંપાયમાન થઇ ગયા, સમુદ્રનાં જલ ગગનાંગણુ સુધી ઉછળવા લાગ્યાં, મેટા સર્પા પાતાળમાંથી પણ પાતાળમાં પેશીગયા, સિંહાર્દિક દુષ્ટ પ્રાણીએ ગુફાની અંદર બીજી ગુફામાં સંતાઈ ગયા, ધાડાઓએ દુર્બુદ્ધિ જન સત્બુદ્ધિને ગણે નહીં તેમ લગામને ગણી નહીં, જેમ વાતુલ પુરૂષા તીખાશને ન ગણે તેમ હાથીએ અંકુશના પ્રહારને જાણ્યા પણ નહીં, જેમ પિશુન પુરૂષ! સદ્નાણીને અવગણે તેમ રથના ઘેાડાઓએ રાશને માની નહીં, જાણે ભૂત વળગ્યા હોય તેમ ખચ્ચરોએ ચાબુકના મારને ગણકાર્યા નહીં અને
૧ આંખનું મટકું મારવા વગર. ૨ વચનયુદ્ધ. ૩ વાયા.
For Private and Personal Use Only