________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય માહાભ્ય.
(વિષયાનુક્રમ.)
સર્ગ ૧ લો–મંગળાચરણ. શત્રુંજય માહાત્મ્યનું પ્રાચીન અર્વાચીન પ્રમાણ–સિદ્ધગિરિને મહિમા-શ્રી મહાવીર સ્વામીનું શત્રુંજય ઉપર પધારવું–કે દેવતાઓ પાસે કરેલું શત્રુંજયનું વર્ણન-કંડુ રાજાની કથા-સમવસરણની રચના-ઈકે કરેલી ભગવંતની સ્તુતિ-ભગવંતે આપેલી દેશન-ઇકે કરેલા સિદ્ધાચળસંબંધી પ્રશ્નો-ભગવંતે તેના ઉત્તરમાં કહેવા માંડેલું શત્રુંજયનું માહાસ્ય-સૌરાષ્ટ્ર વર્ણન-શત્રુંજયનું પ્રમાણ તેનાં મુખ્ય ૨૧ નામ-શત્રુંજયનો મહિમા–રાજાની(રાયણ) ને મહિમા-સૂર્યોદ્યાનનું વર્ણન.
પૃ ૧ થી ૩૩. સર્ગ ૨ –સૂર્યકડને મહિમા–તે ઉપર ઘણા વિસ્તારથી મહીપાળ રાજાની કથા તેની અંતર્ગત બગલાની તથા ત્રીવિક્રમ રાજાની કથા.
પૃષ્ઠ ૩૪ થી ૭૩. સર્ગ ૩ જે-(શ્રી ઋષભદેવચરિત્ર) તેમણે પ્રવર્તાવેલો વ્યવહાર-ભરતાદિકને રાજ્ય સોંપીને લીધેલી દીક્ષા–મરૂદેવાએ કરેલો પુત્રવિયોગનો શેક–ભગવંતને કેવળજ્ઞાનની ઉત્પત્તિ-મરૂદેવાને લઇને ભરતચક્રીનું વાંદવા જવું–મરૂદેવાનું મોક્ષગમન-ભરત ચક્રના દિગ્વિજ્યનું વર્ણન–ષખંડ ભારતને સાધવા નીકળતાં પ્રભાસદેવે કહેલો શત્રુંજ્યા નદીને મહિમા
છોએ ઉત્પન્ન કરેલા વ્યાધિઓના નિવારણ પ્રસંગે રાજાની વૃક્ષને મહિમા-ગંગાનદીના કિનારાપર ચારણ મુનિઓએ કહેલો ઈશાનંદ્રકથિત સિદ્ધાચળને મહિમા–દિગ્વિજય કરીને અયોધ્યામાં આવવું-ભરતને ચક્રીપણાને અભિષેક-તેની ઋદ્ધિનું વર્ણન-સ્વજનોનું સ્મરણ-સુંદરીની સ્થિતિ–તેના વિચાર-તેણે ભગવંતપાસે લીધેલી દીક્ષા-ભરતે કરેલું અનુજબંધુઓનું સ્મરણસેવા નિમિત્તે તેમનું આમંત્રણ–તેઓને થયેલો ખેદ –તેમનું ભગવંતપાસે ગમન-ભગવંતને ઉપદેશ –તેઓએ લીધેલી દીક્ષા–તેમના પુત્રનું રાજ્યપર સ્થાપન. પૃ૪ ૭૪ થી ૧૨૦.
સર્ગ ૪ -(શ્રી ઋષભદેવચરિત્ર શરૂ ) સુષેણ સેનાપતિનું ચક્ર આયુધશાળામાં પિસતું નથી, એમ ભરતચક્રીપ્રત્યે કથન–તેના કારણનું પુછવું–બાહુબલીને સાધ્ય કરવાની જણાવેલી આવશ્યકતા–સુવેગ દૂતનું પ્રેષણ–તેને થયેલાં અપશકુન–બહુલી દેશમાં અને બાહુબલીની સભામાં તેનો પ્રવેશ–બાહુબલીએ કરેલ ભરતાદિકની સુખશાંતિ સંબંધી પ્રશ્ન.-દૂતે આપેલ મહા ઉત્કટ ઉત્તર-બાહુબલીએ આપેલો પરાક્રમદર્શક જવાબ.–દૂતનું પાછું ફરવું–માર્ગમાં તેણે સાંભળેલી લોકવાર્તા–તેનું ભરતચક્રી પાસે આવવું-ભરત ચક્રીન પુછવાથી તેણે કહેલી હકીકત.તેથી શાંત થઈ ગયેલા ચક્રીને વિચાર,સુષેણ સેનાપતિએ ફરીને કરાવેલ યુદ્ધસંબંધી દઢ વિચાર-સેનાની તૈયારી–અયોધ્યાથી સૈન્યસહિત ચક્રીનું નીકળવું–બહુલી દેશમાં પ્રવેશ–ત્યાં એક જિનપ્રાસાદમાં મુનિનું મળવું–તેમણે કહેલ સિદ્ધાચળ મહિમા ગર્ભિત અનંતનાગનું ચરિત્રભરત આવ્યાની બાહુબલિને પડેલી ખબર-બાહુબલિનું યુદ્ધમાટે પ્રયાણ--પોતાના દેશની સીમા પર કરેલો પડાવ-ભરતે કરેલી બાહુબલિ વિગેરેની પ્રશંસા-યુદ્ધની તૈયારી–પ્રાતઃકાળે યુદ્ધમાટે બાહુબલિનું અને ભરતનું નીકળવું-યુદ્ધની શરૂઆત–પેહેલે દિવસ-સુષેણ સેનાપતિ ને અનિલગ વિદ્યાધરનું યુદ્ધ-બીજે દિવસ-અનિલગનું પરાક્રમ-તેના પર ચક્રનું મુકવું-તેણે કરેલ વજપિંજર
For Private and Personal Use Only