________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ] ઉત્તર ભારતમાં દેવકૃત ઉપદ્રવ
૧૦૫ પરંતુ હજુપણ જે તમે નહીં માને તે અમે તેમના મૃત્યે છીએ અને બળાત્કારે તમને હણવાને તૈયાર છીએ.” આવાં તેમનાં વચન સાંભળી, તત્કાળ મેઘકુમારોએ આકાશમાંથી વાદળાં સંહરી લીધાં અને યોને સાથે લઈ જાણે પોતાના અપરાધનું પ્રાયશ્ચિત્ત કરવાને ઇચ્છતા હોય, તેમ ચક્રવર્તી પાસે આવી તેમને પ્રણામ કર્યા. ચક્રીએ તેમનું સન્માન કરીને રજા આપી, પછી તેઓએ મ્લેચ્છ પાસે આવીને કહ્યું કે, “આ ચક્રવર્તી મહારાજા અમારાથી પણ અજણ્યું છે માટે તમે શિધ્ર જઈને તેને નમો.” પિતાને શરણભૂત એવા મેઘકુમારોના આ પ્રમાણે કહેવાથી બ્લે
છરાજાઓએ મુખમાં તૃણ લઈ તરતજ ભૂમિ પર આળોટતા, ચક્રવર્તી પાસે આ વિને નમસ્કાર કર્યો અને રતન રાશિ, ઘોડા, હાથી, અને મેરૂ જેવડો સુવર્ણને સંચય, ચક્રવર્તીના ચરણપીઠ પાસે ભેટ ધર્યો. પછી ભક્તિ ગર્ભિત એવા ઘણા ચાટુંવચન બેલતા એ દૈત્યનાયકોને ભરતે વિસર્જન કર્યા એટલે તેઓ પતતાને સ્થાનકે ગયા. પરંતુ સન્માન આપ્યા છતાં પણ અંતરમાં મત્સરભાવને ધરનારા તેઓએ ચક્રવર્તીનાં સૈન્યમાં અનેકપ્રકારના રોગો ઉત્પન્ન કર્યા.
આ પ્રમાણે ઉપદ્રવ થવાથી સુબુદ્ધિ નામના મંત્રીએ રાજાને પ્રણામ કરી પિતાના મુગટની અણથી ચક્રીના ચરણકમલનું ઘર્ષણ કરી વિજ્ઞપ્તિ કરી કે, “હે સ્વામી ! આપણા સૈન્યમાં હાથી, ઘોડા અને પત્તીઓમાં અભુતજાતની રોગપીડા ઉત્પન્ન થયેલી છે, તે વૈદ્યોના દિવ્યશક્તિવાળા ઔષધોથી પણ અગમ્ય છે. હે ચક્રિનાયક ! હું ધારું છું કે, આ ત્રિદેષજનિત વ્યાધિ નથી પણ કોઈ આગંતુક અભિચારાદિ દેથી ઉત્પન્ન થયેલે વ્યાધિ છે.” આ પ્રમાણે એ મંત્રીશ્રેષ્ઠ કહેતો હતો, તેવામાં આકાશને પ્રકાશિત કરતા બે અતિ તેજસ્વી વિદ્યાધર નભસ્તલમાંથી ત્યાં ઉતર્યા. સૈન્યના લેકેએ ઊંચી ગ્રીવા કરી આદરથી જોયેલા તે બંને મહારાજા ભરતને પ્રણામ કરી તેની આગળ બેઠા. ભદ્રઆકૃતિ અને મેટી દ્યુતિવાળા તે બંનેને જોઈ, “તમે કોણ છે ?' એમ ચક્રવર્તીએ આદરપૂર્વક પૂછયું. ચક્રવર્તીની મૂર્તિ અને વાણીથી રજિત થયેલા તે બે વિદ્યાધરે નમરકાર કરી પ્રસન્નવદને ચકવ પ્રત્યે બોલ્યા–હે સ્વામી ! અમે વાયુગતિ અને વેગગતિનામે બે વિદ્યારો છીએ, અમે તમારા પૂજયપિતાશ્રીને વંદના કરવાને ગયા હતા. ત્યાં શ્રીયુગાદિજિનના મુખથી શત્રુંજયગિરિનું માહાઓ સાંભળીને ત્યાંથી અમે તે ઉત્તમ તીથનો સ્પર્શ કરવાને ગયા હતા. ત્યાં આનંદથી સુંદર એ અફાઈઉત્સવ કરી તે - ૧ સેવક. ૨ જીતી ન શકાય તેવા. ૩ મીઠા, ખુશામતના. ૪ સારી ન થઈ શકે તેવી. ૫ આકાશ પ્રદેશ. ૨ ડેક.
૧૪
For Private and Personal Use Only