________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ શત્રુંજય માહાઓ.
[સર્ગ ૩ જે. ઈષ્ટદેવ ! અમારા દેશના પૂર્વ કોઇએ પણ પરાભવ કર્યો નથી, પણ હમણાં કઈ નવીનપુરૂષે આવીને અમોને ભગ્ન કર્યા છે. એ ઘણી અફસની વાત છે.' તેઓની વાણી સાંભળી મેઘકુમારેએ તે દુરાગ્રહી લે છોને કહ્યું કે “અરે અજ્ઞભક્તો ! એ યુગાદિમાં થયેલા આદિશ્વર પ્રભુના પુત્ર મહાપરાક્રમી ભરતનામે આ ભરત ક્ષેત્રમાં પ્રથમ ચક્રવત્તાં થયા છે; તે ભરતેશ્વર મંત્ર, યંત્ર, વિષ, શસ્ત્ર, અગ્નિ અને વિદ્યાઓથી અગોચર છે, તથાપિ તમારા આગ્રહથી અમે તેને ઉપસર્ગ કરશું.” આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા.
ડી વારમાં તે મણી જેવા શ્યામ મેઘ સર્વ આકાશને વાત કરતા ચડી આવ્યા. વિધુતવડે ઝબકારા કરતા તે મેઘ ક્રૂરધ્વનિથી ગર્જના કરવા લાગ્યા અને મુશલેપમ જળધારાઓથી અંધકારના પરમાણુઓની જેમ સર્વ પૃથ્વીમાં વિસ્તાર પામી ગયા. વૃક્ષના મૂળને ઉખેડી નાખતા અને પર્વતના શિખરને પાડતા, તે મે મોટા મોટા ખાડાઓને પણ પૂરી દેવા લાગ્યા. રાત્રિએ અંધકારની જેમ, કળિકાળમાં પાપીની જેમ અને દુષ્ટ રાજાના રાજયમાં અન્યાયની જેમ સર્વ પૃથ્વીમાં તે વ્યાપી ગયા.
આવો મહાન ઉપદ્રવ થવાથી સૈન્યની રક્ષાને માટે ચક્રવર્તીએ ચર્મરત હાથમાં ગ્રહણ કર્યું. ચક્રવર્તીના કરપર્શથી તે ચર્મરણ એટલું બધું વિરતાર પામ્યું કે જિનેશ્વરથી આ જગની જેમ, તે ચર્મરતથી સર્વ સૈન્યને ઉદ્ધાર થયેક એટલે કે સર્વ સૈન્યને તે ચર્મરતની ઉપર ચડાવી દીધું. પછી છત્રરત્ન હાથમાં લેવાથી તે પણ તેટલુંજ વિસ્તાર પામ્યું અને પારાને બે લવની જેમ ચર્મરતની સાથે ઉપરથી મળી ગયું. સમુદ્રમાં જેમ વહાણ હોય તેમ તે ચર્મરત્ર જળમાં તરવા લાગ્યું અને છત્રરને ઉપરથી પડતા મેઘના જળને વાર્યું. પિતાની જેમ જાણે ચક્રવર્તી નવીન સૃષ્ટિને સજવા ઈચ્છતા હોય, તેમ સૈન્યથી પૂરિત એવું નવીન બ્રહ્માંડ સરખું તે જણાવા લાગ્યું. કાકિણું રતથી તેમને અંધકાર દૂર કર્યો અને ગૃહ પતિરલવડે તત્કાલ ઉત્પન્ન થયેલા ધાન્યથી સર્વ સેના તેમાં સુખે રહેવા લાગી. એ પ્રમાણે કપાંત કાળની જેમ એ મેઘકુમારોને વર્ષતા વર્ષના સાત અહોરાત્ર વીતી ગયા. એટલે આ કોણ પાપી મને આવો ઉગ કરવાને ઉધત થયેલા છે” આ પ્રમાણે રાજાના મનમાં વિચાર ઉત્પન્ન થયા. તેવા ભાવને યક્ષ નાયકે તરતજ જાણી ગયા. તેથી ચક્રીન અંગરક્ષક સોળ હજાર યક્ષો કપ કરી શસ્ત્ર બાંધી મેઘકુમાર પાસે આવી તેમને કહેવા લાગ્યા કે “અરે વરાક ! આ ચક્રવર્તીને કેપ કરાવવાનો ઉદ્યમ કરનારા તમે કોણ છો ? અરે જડલો ! શું આ ભરતપતિ ચક્રવને તમે જાણતા નથી પણ હવે તમે સત્વ ચક્રવત્તા પાસે આવી તેમના ચરણનો આશ્રય કરે, તમારા શરણે જવાથી તે તમારા આ મોટા દુર્નયને પણ સહન કરશે.
For Private and Personal Use Only