________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય
શ્રી કક્કસૂરિવિરચિત “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ' ગ્રંથનો ગુજરાતી અનુવાદ સહર્ષપ્રકાશિત કરીએ છીએ.
શ્રી હેમચંદ્રાચાર્ય જેના ગ્રંથમાળા તરફથી વિક્રમ સં. ૧૯૮૫માં આ ગુજરાતી અનુવાદ સહિત એક જ ગ્રંથ તરીકે પ્રકાશિત કરેલ છે. જેમાં પ્રથમ ગુજરાતી અનુવાદ ત્યારબાદ સંસ્કૃત પદ્યમાં આ ગ્રંથનો સમાવેશ કરેલો છે. આજથી ૭૩ વર્ષ પૂર્વે પંડિત ભગવાનદાસ હરખચંદે સંપાદન કરીપ્રકાશિત થયો હોવાથી અત્યારે આ ગ્રંથ અલભ્ય પ્રાયઃ બન્યો છે.
તેથી અમો આ ગ્રંથને બે વિભાગમાં પુનઃ પ્રકાશિત કરવાનો નિર્ધાર કર્યો છે. પ્રથમ વિભાગમાં માત્ર સંસ્કૃત અને બીજા વિભાગમાં ગુજરાતી અનુવાદમાં આ ગ્રંથને પ્રગટ કરીએ છીએ.
આ ગ્રંથમાં શત્રુંજય તીર્થનો ચૌદમાં સૈકામાં સમરસિંહ દ્વારા થયેલા ઉદ્ધારનું મુખ્યપણે વર્ણન કરેલ છે. અને બીજા ઉદ્ધારોનું સંક્ષિપ્તરૂપે સૂચન કરેલું છે.
વિ.સં. ૧૩૬૯માં ખીલજીવંશીય અલ્લાઉદ્દીનના સૈન્યે શત્રુંજય તીર્થનો ભંગ કર્યો અને આદિજિનની પવિત્ર મૂર્તિને ખંડિત કરી. તે સમયે ઉકેશગચ્છીય સિદ્ધસેનસૂરિ પાટણમાં બિરાજમાન હતા. તેમણે પાટણમાં ઓશવાળ જ્ઞાતિના દેશલ અને તેના પુત્ર સમરસિંહને શત્રુંજય તીર્થનો ઉદ્ધાર કરવા પ્રોત્સાહન આપ્યું. આરાસણની ખાણમાંથી શીલા મંગાવી અને તેની નવિન મૂર્તિનું નિર્માણ કરાવી સંઘ સહિત શત્રુંજય તીર્થે જઈ સિદ્ધસેનસૂરિ પાસે સં. ૧૩૭૧માં તેની પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ બાવીશ વર્ષના અંતરે વિ.સં. ૧૩૯૩માં કાંજરોટપુરમાં રહીને ઉકેશગચ્છીય સિદ્ધસેનસૂરિના શિષ્ય કક્કસૂરિએ પોતે આ પ્રબંધની રચના કરી છે. આ પ્રબંધમાં પાંચ પ્રસ્તાવ છે. દરેક પ્રસ્તાવના અંતે “શ્રી શત્રુજંય
For Private and Personal Use Only