________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૫ સમરસિંહે ત્યાં રહીને કોઈ એક ગાયન કરનારાને માત્ર એકજ ગાયનના ઇનામ તરીકે એક હજાર રૂપીઆ અર્પણ કર્યા હતા. ૩ર૩
સમરસિંહના કાર્યો ત્યાર પછી શ્રીમાન કુતુબુદ્દીનની રાજ્યલક્ષ્મીને તિલક સમાન ગ્યાસુદ્દીન નામને બાદશાહ થયો. ૨૨ તેણે અત્યંત પ્રેમથી સાધુ સમરસિંહને ઘણું માન આપ્યું હતું અને અલપખાનની પેઠે જ ઘણું સન્માન કરીને પિતાના પુત્ર તરીકે તેને સ્વીકાર્યો ૨૫ બુદ્ધિમાન સમરસિંહે ત્યાં રહીને, સુલતાનના કેદી થયેલા પાંડુ દેશના વીવલ્લભ નામના રાજાને છોડાવ્યો હતો, અને તેને તેના દેશમાં ફરી રાજયાસને બેસાડીને “રાજસંસ્થાપનાચાર્ય એવું બિરુદ (ઇલ્કાબ) પ્રાપ્ત કર્યું હતું. ૩૨૬-૩ર૭ ધર્મવીર સમરસિંહ, બાદશાહના ઘણું માનને લીધે નેમિનાથ ભગવાનની જન્મભૂમિ મથુરામાં તથા હસ્તિનાપુર નગરનો સંઘ કાઢીને અનેક સંધ પુરુષો સહિત શ્રીજિનપ્રભસૂરિ સાથે તીર્થ યાત્રા કરી હતી. અને એ રીતે પિતે સંઘપતિ થયો હતે. ૩૨૮-૩૨૮
સમરસિંહને તિલંગ દેશનો અધિકાર (તે પછી તૈલંગ દેશમાં સુબા તરીકે રહેલા) ગ્યાસુદીનના પુત્ર ઉલ્લખાન, કે જેને પોતાના પિતા તરફથી ઘણું માન મળતું હતું તેને સમરસિંહે આશ્રય કર્યો.૩૩૦ એટલે ઉલખાને પણ ‘સમરસિંહ મારો ભાઈ છે અને વિશ્વાસપાત્ર છે એમ માનીને તેને તૈલંગદેશને અધિપતિ બનાવ્યો. ૨૩૧ ત્યારે સમરસિંહે પણ પિતે નિષ્પાપ બુદ્ધિવાળો હેઇને તુર્ક લેકાના કેદી તરીકે પી. ડાયેલાં અગીઆર લાખ મનુષ્યને છેડાવ્યા. ૩૦૨ અનેક રાજાઓ, રાણાઓ અને વ્યવહારીઓ ઉપર તેણે ઘણે ઉપકાર કર્યો તેમજ સર્વ દેશોમાંથી આવેલા શ્રાવકેને પણ કુટુંબની સાથે ત્યાં વસાવ્યા
( ૨૩૪)
For Private and Personal Use Only