________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪
તેવામાં તે વધામણું આપનાર એક માણસ તંભતીર્થથી–ખંભાતથી ત્યાં આવ્યો. ૩૫૩ અને તેણે સમાચાર આપ્યા કે, દેવગિરિથી સહજપાલ અને સ્તંભતીર્થથી સાહણ-અને જણું સંધની સાથે અહીં આવી પહોંચ્યા છે.” ૩૫૪ તે સાંભળીને સંધ ઉપરની ભક્તિ અને ભાઇના સ્નેહને લીધે સમરસિંહને જેમ સુવર્ણ અને સુગંધને યોગ જાણું આનંદ થાય તેમ આનંદ થશે. ૩૫૫ તે પછી સંઘનાયક સમરસિંહ સજનેનાં મનને ઉત્કંઠિત કરીને સંધની સાથે તેઓની સામે ગયે. ૩પ૬ તે વખતે અપાર ઘોડેસ્વારોથી, ઘોડાઓયુક્ત રથોથી, અનેક પાળાઓથી અને વેગવાળા ધનુર્ધારીઓથી પૃથ્વીને કંપાવતે તેમજ લેકના સમુદાયથી પૃથ્વીને ભરી દેતા અને કાહલાનાં શબ્દથી દિશાઓને ગજાવી મૂકતે તે સ્નેહથી સાંદ્ર થયેલા મનથી તુરતજ એક જન સુધી તેઓની સામે ગયે. ૩૫૮ જેમ કામદેવ વસંત તથા ચૈત્ર માસને મળે તેમ, જગન્માન્ય, સજજનેને આનંદ ઉપજાવનાર અને લક્ષ્મીને પ્રીતિપાત્ર તે સમરસિંહ પોતાના બન્ને ભાઈઓને મળે. ૩૫૯ તેણે પિતાના બન્ને ભાઈઓને ભેટી પડી તેઓને પ્રણામ કર્યા, ત્યારે લેકે તેની મહત્તા તથા ભક્તિ જોઇને આશ્ચર્ય પામ્યાં. ૩૬૦ બીજી તરફથી સમરસિંહના બને ભાઈઓએ પણ તેને આલિંગન આપીને આ આશીર્વાદ આપ્યો કે, હે ભાઇ! દીર્ધકાળ પર્યત સંધપતિપણાનું તું પાલન કર. ૩૬૧ તે પછી સ્તંભતીર્થના સંધમાં જે ઘણું આચાર્યો હતા તેઓના ચરણમાં ભક્તિનમ્ર એવા સમરસિંહે વંદન કર્યું. વળી એ સંઘમાં મંત્રીશ્વર પાતાક તથા સાંગણએ બન્ને જણ શ્રીસ્તંભતીર્થ નગરથી આવ્યા હતા, ૩૬૩ તેમજ પોતાના વંશક્રમથી પ્રાપ્ત થયેલા સંઘેશપણુને ધારણ કરનાર સંઘના ભૂષણરૂપ લાલાનામને સંઘપતિ તેમાં હતો. ઉત્તમ ભાવને લીધે વીતરાગને પણ જેણે પ્રસન્ન કર્યા છે
(૧૯૮)
For Private and Personal Use Only