________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૪.
નામના તીર્થમાં જઈ પહએ.૩૨૯ ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાન ઉચે પ્રતિમાના સ્વરૂપે રહ્યા છે, અને આ કળિયુગમાં પણ ધરણેન્દ્ર તેમના ચરણની સેવા કરી રહ્યો છે.૩૩° પૂર્વે એ ભગવાનને દેવની આજ્ઞાથી એક કારીગરે આંખે પાટા બાંધીને માત્ર એક જ રાત્રિમાં ઘડી કાઢયા છે. ૩૧ વળી શ્રીનાગેન્દ્રગચ્છના અધીશ્વર શ્રીમાન દેવેન્દ્રસૂરિએ પોતાની મંત્રશક્તિથી સર્વ અભીષ્ટ સામગ્રી સંપાદન કરીને તેમની પ્રતિષ્ઠા કરી છે. ૩ર અને તે ઉપરાંત તેજ દેવેન્દ્રસૂરિએ સંમેતશિખર પર્વત ઉપરથી પોતાની મંત્રશક્તિ વડે વશ તીર્થનાયકોને આપ્યા છે અને તેમના ત્રણ કાંતિપુરીમાં રહેલા છે. ૩૩ તેજ દિવસથી આરંભીને દેવેન્દ્રસૂરિએ એ ઉત્તમ તીર્થની સ્થાપના કરી છે કે જે તીર્થ દેવના પ્રભાવને લીધે મનુષ્યોનાં સર્વ વાંછિતને પૂર્ણ કરનારું છે.૩૪ સાધુ દેશલે એ તીર્થમાં સ્નાત્ર, મહાપૂજા, મહત્સવ તથા મહાધ્વજ—આદિ સર્વ કર્મ કર્યા પછી તેની આરતિ ઉતારી.૩૩૫ વળી તે સ્થળે અન્નસત્રમાં પ્રાણીઓને યથેરિચ્છત ભોજન આપ્યાં અને સમરસિંહે ગવૈયાઓ તથા સ્તુતિપાઠકાને સુવર્ણના અલંકાર અને વસ્ત્ર અર્પણ કર્યા.૭૩૬ તે પછી એક અઠ્ઠાઇ ઉત્સવ કરીને દેશલે સંઘ સાથે પ્રયાણ કર્યું અને અનુક્રમે તે, શ્રીક્ષેત્રપુર (સરખેજ) જઈ પહોંચ્યો. ત્યાં પણ અતિભક્તિપૂર્વક અરિહંત ભગવાનની પ્રતિમાઓ પૂછને તથા મેટો મહીમા પ્રાપ્ત કરીને તે ઘવલક નગર (ધોળકા) ગ.૩૩૮ ત્યાં ત્યાં સર્વ ગામ-નગરમાં તે ચૈત્યપરિપાટી કર્યું જ હતો અને મહાધ્વજા—પૂજા આદિથી પુણ્યો. પાર્જન કરતા હતા.૩૩૯ એમ કરતાં કરતાં અનુક્રમે સંધપતિ દેશલ, જેને વૈભવ સ્વર્ગપતિ ઈન્દ્રની સમાન હતો અને જે પાપરહિત હતા તે પીપરાળી નામના ગામમાં આવ્યો, ત્યાં પ્રાણીઓના પુણ્યસત્ર સમાન શ્રી શત્રુંજય પર્વતને જોઈને તે જાણે અમૃતમાં મગ્ન થયો હોય તેવું જણાવા લાગ્યો. ૩૪૧ તેણે ચતુર્વિધ સંધની સાથે જયંત
( ૧૯૬)
For Private and Personal Use Only