________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૩.
ગયો; કેમકે કપર્દી પક્ષના કહેવાથી તેનું મન નિઃસંદેહ થયું હતું. ૧૫૩ તેણે દાણ લેનારા અધિકારીઓને ત્રણ લાખ દ્રવ્ય આપીને પોતાનાં આવનારાં વહાણોની સંદેહ ભરેલી વસ્તુના સંબંધમાં દાણનો નિશ્ચય પણ કરી લીધો. ૧૨૪ તેવામાં પુષ્કળ ધનથી ભરેલાં અઢારે વહાણે અણચિંતવ્યાં આવી પહોંચ્યાં એટલે જાવડિ હર્ષ પામ્યો, ૧૨૫ અને દાણ લેનારા પિલા અધિકારીઓ તે અનેક લાખો રૂપીઆનું પોતાનું દાણુ ગયેલું જોઈને શરમિંદા થઈ ગયા અને ધન ગયા પછી જેમ જુગારી હાથ ઘસે તેમ, પિોતાના હાથ ઘસવા લાગ્યા. ૧૨૬ શ્રેષ્ઠી જાવતિએ વહાણમાં આવેલાં કરીઆણ વેચી નાખ્યાં અને તેથી અનેક કરેડ દ્રવ્યને તે આસામી બની ગયા. કેમકે, પ્રાણુઓને પુણ્ય કરવાને મને રથ તત્કાળ ફળે છે. ૧૨૭ પછી જાવડિ યક્ષે બતાવેલા જિન ભગવાનના બિંબ માટે મહાકીમતી ભેટનું લઈને ગજનક દેશમાં ગયો. ૧૨૮ ત્યાં યવન જાતિને (મુસલમાન) એક સુલતાન રાજ્ય કરતો હતો. તેને જાવડિએ જાત જાતના શ્રેષ્ઠ ભેટનું ધરી પ્રસન્ન કર્યો. ૧ ૨૯ એટલે તે સુલતાને કહ્યું –“હે શ્રેષ્ઠી ! બોલ, તારે જે કંઈ પ્રયોજન હોય તે તું મને કહે, તે બીજા કેઈથી ન સાધી શકાય તેવું હશે તો પણ હું જાતે કરવા તૈયાર છું.” ૧૩° ત્યારે જાવડ બોલ્યો –“હે રાજા ! આપ તો યાચકેન કલ્પવૃક્ષ જેવા છે, જે તમે મને મારું માગેલું આપતા હે તે હું એક બિંબ માગું છું. તે મને આપ.” ૧૩ર એ સમયે રાજાએ “ બહુ સારૂ ” એમ કહીને તે આપવા વચન આપ્યું, પણ તે વિષે પ્રશ્ન કર્યો કે એ બિંબ શું છે? કેમકે તે યવન હોઈને બિંબ શબ્દના અર્થથી અજાણ્યો હતો, ૧ ૩૨ પછી જવડિએ કહ્યું-“હે પ્રભુ! જે દેવની અમે પૂજા કરીએ છીએ તેની જે મૂર્તિ તે બિંબ કહેવાય છે અને તે અહીં ભેંયરામાં છે.” ૧૩૩ રાજાએ કહ્યું –“ભલે તે ભોંયરાને જે તું જાણતા હોય તો એ બિંબને લઈ જા.” રાજાની એ આજ્ઞા થતાં જ
(૧૫)
For Private and Personal Use Only