________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય તીર્થના ઉદ્ધારો માટે પત્ની સાથે ત્યાં બેઠે. જે ૧૧ બરાબર છઠ્ઠો ઉપવાસ થયો એટલે યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, આ ઉપવાસ કરવામાં તારે શો હેતુ છે? તે તું મને કહે. ૧૧૨ ત્યારે જાવડિએ કહ્યું કે, હું ધર્મબુદ્ધિથી ભગવાનને સ્નાન કરાવતો હતો, તેમાં તેમની પ્રતિમા ખંડિત થઈ છે, જેથી મે મહાન પાપ ઉપાર્જન કર્યું છે. ૧૧૩ મારા ઉપર આ કલંક જ્યાંસુધી ચંદ્ર-સૂર્ય રહેશે ત્યાં સુધી મને તપાવ્યા કરશે અને તેને લીધે મારું મુખ જગતમાં દર્શન કરવાને અયોગ્ય થઈ પડયું છે. ૧૧૪ માટે હે યક્ષેશ ! હું સ્વચ્છ આશયવાળા ! તમે મારા પર એવી કૃપા કરે, જેથી આ પાપમાંથી મારી કંઈક મુક્તિ થાય. ૧૧૫ પછી યક્ષે કહ્યું – “ગજજનક દેશમાં શ્રી બાહુબલિએ કરાવેલું આદિનાથ ભગવાનનું બિંબ છે. ચક્રેશ્વરી દેવી હમેશાં તેની પૂજા કરે છે અને હમણાં તે એક ભેંયરામાં રહેલું છે; માટે તેને અહીં લાવીને આ દેરાસરમાં મૂળનાયક તરીકે તેની પ્રતિષ્ઠા કર.” ૧૧-૧૧૭ તે સાંભળી જાવડ બોલ્યો-“મારા ઘરમાં તેટલું પુષ્કળ ધન નથી, કે જેથી તે ગજજનક જેટલા દૂર પ્રદેશથી તે પ્રતિમાને હું લાવી શકું" ૧૧૮ત્યારે યક્ષે કહ્યું – “આ બાબતમાં તારે કોઈ પ્રકારની ચિંતા કરવી નહિ. તે પ્રથમ બાર વર્ષ પહેલાં જે અઢાર વહાણે મોકલ્યાં છે તે તારા ભાગ્યને લીધે હવે સત્વર ધનથી ભરપૂર થઈ આવી પહોંચશે.” ૧૧૯-૧૨° યક્ષના આ કહેવાથી જાવડિ પ્રસન્ન થયે અને પિતાની સ્ત્રી સીતાની સાથે તેણે તે કાર્યસિદ્ધિને અવશ્ય થનારી માની લીધી. પછી બરાબર સત્તાવીશમે દિવસે પિતાની પ્રિયા સાથે તેણે પારણું કર્યું, કારણ કે કઈ પણ સ્થળે મૃત્યુ પ્રાપ્ત કોઈ પણ પંચમ સ્વરે ગાતે નથી. ( ૨૨ તે પછી તીર્થનાયક ભગવાનને વાંદીને જાવડિ પિતાને નગરે * ગજનક દેશ હાલના સમયમાં ગીઝની નામથી ઓળખાય છે.
(૧૪)
For Private and Personal Use Only