________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
તે પિતાને કામે લાગેગામધણીએ પણ તે જ ક્ષણે નવું ઘર તૈયાર કરાવ્યું.૯તે પછી એક દિવસે ગામધણીની સ્ત્રી, પોતાનાં નવાં ધાયેલાં વસ્ત્રાને ઘરના ઓરડાની અંદર રહીને ધૂપ આપીને સુગંધી કરી રહી હતી, જેથી અંદરના ભાગમાં પ્રસરેલો ધૂમાડો વસ્ત્રોમાંથી બહાર નીકળવા લાગ્યો. તે જોઈને પેલા મૂર્ખ ચાકરે તે વસ્ત્ર પર કાદવ, ધૂળ વગેરે નાખ્યાં. આ સમયે ગામધણુની સ્ત્રી-તારા, કેઈ કામ પ્રસંગે ઓરડાની બહાર ગઈ હતી, પણ તે પાછી અંદર આવી અને પિતાનાં વસ્ત્રોને એ રીતે બગાડેલાં જોઈ તેણે પોકાર કરી મૂક્યો કે,૭૯૯–૮૦° અરે એ પાપી! દુરાચારી ! મૂર્ખ ! તે આ શું કર્યું ? હમણાં જ ધોયેલાં આ વસ્ત્રોને તેં આ પ્રમાણે કેમ બગાડ્યાં ? ૮૦૧ તે સાંભળી તેણે કહ્યું કે, મને મારા શેઠે આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે મેં કર્યું છે. કેમ ? આ મને પોતાને હિતકારક નથી? જે હું મારા સ્વામીનું કહેલું નહિ કરીશ તે પછી બીજું શું કરીશ તે મને કહો.”૮૨ પછી પેલી સ્ત્રીએ પણ પોતાના ધણીને બોલાવીને નેકરનું તે કૃત્ય બતાવ્યું એટલે તેણે કહ્યું કે, હશે, ફરીથી તું તારાં વાને તને ચે તેવાં ધોઇ લેજે.૮૦૩ ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે ધોવાની વાત પછી, પણ પ્રથમ આ મૂર્ખને ઘરમાંથી બહાર કાઢો. કેમકે, તે હમેશાં આવા સંતાપ જ કરાવ્યા કરે છે. ૮૦૪ તે સાંભળી ગામધણી બોલ્યા-આ એક જ ઘરનું સઘળું કામ કરવાને સમર્થ છે, માટે સૂર્ય જેમ પોતાના પગ વિનાના સારથિનો ત્યાગ કરતા નથી તેમ, આપણે પણ આને ત્યાગ કરવો ન જોઈએ.”૮૫ પછી પેલી સ્ત્રી બોલી, “હે નાથ ! ઘરનું સઘળું કામ હું પોતે કરીશ, પણ આ મૂખને તે હવે કાઢવા જ જોઈએ. કેમકે, જેથી કાન તૂટી જાય તે સેનું પણ શું કામનું?" વળી હે સ્વામી ! આવા મૂર્ખ ચાકરથી તમને કોઈ જાતનો ગુણ
( ૧૨૨ )
For Private and Personal Use Only