________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
પાત્રદાન વિષે શંખરાજ કથા. ત્યારથી આરંભીને રાજાની આગળ કહી સંભળાવ્યું.૪૯ પછી નરોત્તમ રાજાએ સર્વ લેકેની સંમતિ લઈને પિતાની મેળે પ્રાપ્ત થયેલાં બે રાજ્ય ઉપરાંત પોતાના રાજ્યને પણ સ્વામી બનાવ્યા. ૭પ અને પિતે રાજ્યનો સર્વ ભાર તેના પર મૂકી દઈ નિશ્ચિત થશે તથા ચારિત્ર લેવા માટે તત્પર થઈ રહ્યો. કેમકે વૃદ્ધાવસ્થામાં એ જ યોગ્ય ગણાય.૫૧ એ પ્રમાણે શાંત થયેલ તે રાજા અને નવીન ઉદય પામેલે પ્રતાપી શંખકુમાર બને જણ, કૃષ્ણપક્ષની પડવાના દિવસના ચંદ્ર-સૂર્યની પેઠે શોભવા લાગ્યા.૫૨ અને લેકેનું પાલન કરતા હતા, તેવામાં એક દિવસે ઉદ્યાનપાળે આવીને રાજાને જણાવ્યું કે, હે દેવ ! આજે ઉદ્યાનમાં સર્વના સમગ્ર સંશયોને દૂર કરનારા શુભંકર નામના કેવલી પધાર્યા છે; માટે હે રાજા ! તમે તમારી દષ્ટિને કૃતાર્થ કરે.૭પ૩–૭૫૪ આ વૃત્તાંત સાંભળીને નરોત્તમ રાજા, રોગી જેમ પોતાને ઈચ્છિત ઔષધ સાંભળીને પ્રસન્ન થાય અને વૈદ્યને ઈનામ આપે તેમ, પ્રસન્ન થયા તથા ઉદ્યાનપાળને તેણે ઈનામ આપ્યું.પપ પછી શુખરાજાને તથા અંતઃપુર આદિ પરિવારને સાથે લઈ નરોત્તમ રાજા, મુનિને વંદન કરવા માટે નીકળે.૭પ૬ અને તેઓ બન્ને રાજા, કેવલિને જોઈને હાથી ઉપરથી ઉતરી પડી, રાજ્યનાં ચિન્હાને ત્યાગ કરી, પાંચ પ્રકારના અભિગમપૂર્વક પાંચે આંગથી પૃથ્વીને સ્પર્શ કરી મુનિને તેઓએ વંદન કર્યું. મુનિએ પણ ધર્મલાભને આશીર્વાદ આપી તેઓ બન્નેને અભિનંદન આપ્યું.૭૫૭–૭૫૮ પછી તેઓ બંને રાજા, વિનયાધીન થઈ કેવલી આગળ બેઠા એટલે કેવલીએ પણ બોધ આપવા માટે દેશનાનો આરંભ કર્યો.૭૫૯ “હે ભવ્ય છે ! આ સંસારરૂપ સમુદ્ર સર્વ પ્રાણુઓને ખરેખર દુસ્તર થઈ પડે છે; કેમકે તે સમુદ્રમાં જન્મ, મૃત્યુ તયા જરારૂપ ચંચળ તરંગો ઉપરાઉપરી ઉછળી રહ્યા છે,
( ૧૧૭)
For Private and Personal Use Only