________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨.
રાનએ બિમાર કેટલાક કિસ ભાગ ૧
સાંભળી રાજા બોલ્યો –“હે બુદ્ધિના ભંડાર કુમાર ! જે વિષયમાં પ્રત્યક્ષથી જ વસ્તુસ્થિતિનું ભાન થાય તેમાં કયો પુરુષ અનુમાનપ્રમાણ જેવા બેસે ? તમારું કુળ વગેરે, ગુણોના આધાર અને સ્થાનરૂપ આ તમારા દેહથી જ જાણવામાં આવી ગયેલ છે, માટે તમે લેશમાત્ર મારું અપમાન કરશે મા.૪૧૪-૧૫ તે પછી શંખકુમાર મૌન રહ્યો; એટલે પિતાના વચનને તેણે સ્વીકારી લીધેલું જાણું રાજાએ, શુભ દિવસે મોટા ઉત્સવપૂર્વક તેની સાથે પોતાની પુત્રીનાં લગ્ન કર્યો.૪૧૬ પછી શંખકુમાર કેટલાએક દિવસ ત્યાં રહ્યા અને તેણે કામદેવના ગર્વથી પોતાની ઇચ્છાનુસાર વિષયસુખ ભોગવ્યું અને પછી ફરી પણ દેશ જેવાને ઉત્કંઠિત બની પોતાની સ્ત્રીની સંમતિ લઈ પેલા બે મિત્રો સાથે તે આગળ ચાલ્યો. અથવા વજ (સૂર્ય) કાઈ સ્થળે શું સ્થિર રહી શકે ?૪૧૮ પછી તેણે કોઈએક વનમાં આગળ ચાલવા માંડયું, અને સાયંકાળને જ્યારે સમય થયો ત્યારે પરિશ્રમને દૂર કરવા માટે મિત્રે કરી આપેલી પાંદડાની શય્યા પર સ્વસ્થ ચિત્તે વિશ્રાંતિ કરી.૪૧૯ બરાબર મધ્યરાત્રિનો સમય થયો, ત્યારે સમીપના પ્રદેશમાં પ્રજવલિત જ્વાળાઓવાળા અગ્નિને જોઈને તેણે એ અમિની મૂળ ઉત્પત્તિ જાણવા માટે યક્ષને આજ્ઞા કરી.૪૨૦ યક્ષ પણ સત્વર ત્યાં ગયો અને તેના સંબંધમાં જાણી લઇ ત્યાં આવીને કુમારને જણાવ્યું કે, હે દેવ ! કોઈએક મહાન સિદ્ધ વિદ્યાને સાધી રહ્યો છે; પણ જેમ કોઈ નિર્ભાગ્ય મનુષ્યને ચિત્રક વનસ્પતિને વેલા જોવામાં ન આવે તેમ, અત્યંત પ્રયાસ કરવા છતાં પણ એ સિદ્ધને વિદ્યાની અધિષ્ઠાત્રી-દેવીનાં દર્શન થતાં નથી. ૪૨૧-૪૨૨ હું માનું છું કે, તે પોતે જે કે અશક્ત છે તે પણ આપની સહાયથી પોતાની વિદ્યાને સાધી શકશે. જેમકે સારથિ અરુણ સાથળ વિનાને છે તો પણ સૂર્યને સ્વીકાર કરી–આશ્રય
( ૮૨ )
For Private and Personal Use Only