________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શુખરાજ કથા
મંડળ બનાવ્યું અને ચંદન, અગર, કપૂર, કસ્તુરી તથા કેસર વગેરેથી તે મંડળનું પૂજન કરી તેમાં પેલી રાજપુત્રીને બેસાડી. ૪૦૪ તે પછી પિતે નાસિકાના અગ્રભાગમાં દૃષ્ટિ સ્થાપીને શાંત પણે જાણે કઈ મંત્રનું સ્મરણ કરતો હોય તેમ, ધ્યાન લગાવીને બેસી ગયો. ખરેખર સર્વ ઠેકાણે આબરને જ જય થાય છે. ૪૦૫ શંખકુમાર જે કે શુદ્ધ હત-નિષ્કપટી હતે છતાં તે સમયે તેણે હૃદયમાં કુટિલતા કરી હતી. કેમકે જેનું નામ પ્રિયવંદ હોય તે મનુષ્ય, શું પિતાના નામને સત્ય કરે છે ? ૪૦ જેમ કોઈ એક ધનુષ ઉત્તમ વંશ (વાંસ) માં જગ્યું હોય અથવા તેને ગુણ (ર) પોતાના ગુણનામને ધરાવતો હોય તો પણ કાર્યકાળે તેનામાં વક્રતા થાય તે તે કઈ નિંદ્ય ગણાય નહિ તેમ, આની વક્રતા પણ અનિંદ્ય છે. તે પછી પેલી રાજપુત્રીને દોષ યક્ષની શક્તિથી તુરતજ દૂર કરાયે. યક્ષે તેણીને દોષ હરી લીધો. કેમકે જગતમાં બળવાને કરતાં પણ અધિક બળવાન હોય છે. ૪૦૮ જેમ ચંદ્રની મૂર્તિ રાહુરૂપ દેષથી મુક્ત થાય તેમ, એ રાજપુત્રી પોતાના શરીર દેષથી મુકત થઈ અને સૂર્યોદય સમયની કાંતિની પેઠે શરીરને અધિક શોભાવનારી કાંતિથી યુકત થઈ. ૪૦૯ તે વેળા તેણીનાં માતપિતા વગેરે સંબંધીઓ મદનમંજરીને નીરોગી થયેલી જાણીને તેણીને પુનર્જન્મ થયો હોય તેમ માનવા લાગ્યાં, ૪૦ અને મદનમંજરીને વર આ ગુણગ્રાહ્ય રાજકુમારજ થાય તો સારું, આ વિચાર કરી કુમારને કહેવા લાગ્યા–૪૧૧ “ તમે પિતાનાં દર્શન આપીને જેમ અમારી દષ્ટિને કૃતાર્ય કરી છે તેમ, હવે પાણિગ્રહણ કરીને આ અમારી પુત્રીને કૃતાર્થ કરે.”૪૧૨ પછી શંખે કહ્યું કે, કેઇ એક પુરુષ કેવા ગુણુવાળા છે,
યા કુળને છે–વગેરેને જ્યાં સુધી નિશ્ચય ન થાય ત્યાં સુધી તેને પિતાની પુત્રી કઈ રીતે આપવી ન જોઈએ.”૪૧૩ શખનું એ વચન
For Private and Personal Use Only