________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રદાન વિશે શેખરાજ કથા.
પ્રત્યુત્તર આપ્યા વિના જ તેની પ્રાર્થનાને સ્વીકારી લીધી, કારણ કે ક બુદ્ધિમાન પુરુષ પોતાને મનગમતી યોગ્ય વસ્તુને ત્યાગ કરવા
છે? ૬૫ તે પછી હિમાલય પર્વત, શંકર જોડે જેમ પાર્વતીને પરણાવે તેમ, એ ગૃહસ્થ ઘણુંજ આડંબર પૂર્વક પોતાની પુત્રી રાજકુમારને પરણાવી.૩૬૬ એટલે બે દિવસ સુધી તે શ્રીમતી સાથે પોતાની ઇચ્છાનુસાર તેણે સુખ ભોગવ્યું અને પછી તે રાજકુમાર દેશો જોવાની ઈચ્છાથી આગળ ચાલ્યો.૩૬૭ તે આ શ્રીમતીએ, તેને ભાતું આપ્યું હતું, અને માર્ગમાં ચાલવામાં તેને જ્યારે થાક લાગ્યો ત્યારે માર્ગમાં કોઈએક બંધુ હોય તેવો સુંદર છેષ છાયાવાળા એક વડ તેના જેવામાં આવ્યો, ૩૬૮ અને કાન્તા, પર્વત અને વસ્ત્રની જેમ એ વડની છાયા ગ્રીષ્મઋતુમાં શીતળ રહેતી હતી, શીતઋતુમાં ગરમ રહેતી હતી, એ રીતે સર્વને સુખજનક થઈ પડતી હતી; તેથી રાજકુમારે એ વડનો આશ્રય કર્યો. તે સમયે પોતાના મિત્રે આપેલા આસનપર તે કુમાર જેવામાં બેસે છે કે તેજ વેળાએ વડમાં રહેનારા યક્ષે પ્રત્યક્ષ થઈને કુમારને કહ્યું-૩૭૦ “ અરે એ ! તું કેણ છે? કેાની આજ્ઞાથી આ મારા આશ્રય તળે ઉભે રહ્યો છે? અલ્યા એ સ્વચ્છ મનુષ્ય! જે તારે જીવવાની ઇચ્છા હોય તો સત્વરે અહીંથી ચાલ્યો જ.”૩૭ તે સાંભળી પિતાનું પરાક્રમ તથા વિરોધ કરવાની ઈચ્છાને ગુપ્ત રાખી કુમાર બાયો-“અમને છાયાને આશ્રય કરવાની ઈચ્છા થઈ તેથી આ વૃક્ષ પાસે અમે આવ્યા છીએ. ૩૭૨ બ્રહ્માએ વૃક્ષોને ઉત્પન્ન કર્યા છે તે સર્વને ઉપકાર કરવા માટે ઉત્પન્ન કર્યા છે. વળી આ વૃક્ષ સરીઆમ રસ્તાપર આવેલું છે, તો તેના પર તું પોતાનું સ્વામિત્વ કેમ કરે છે ? ૩૭૩ તું નથી જાણતા કે વૃક્ષો, મેધ, નદીઓ અને સૂર્ય ચંદ્રનાં કિરણ, પોતાની મેળે જ સર્વને ઉપકાર કરી રહ્યાં છે. તેઓના પર
( ૭૭ )
For Private and Personal Use Only