________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવ ૨. આશ્રય કર્યો. ૩૫૪ તેવામાં કોઈ એક ગૃહસ્થ એ ગામની બહાર નીકળી આવ્યો. તેણે વસંતની સાથે રહેલા સાક્ષાત કામદેવ સમાન એ કુમારને જોયો. ૩૫૫ તે ગૃહસ્થ પણ ઉદાર બુદ્ધિને હતો. તેણે કુમારને પ્રણામ કરી બે હાથ જોડી કહ્યું “ મારે ઘેર પધારીને આપ મારા ઘરને પાવન કરો.” ૩૫૬ તેના આગ્રહથી અને પિતાની જમણી આંખના ફરકવાથી કુમારનું મન પણ તેને ઘેર જવા આકર્ષાયું, એટલે પિતાના મિત્ર સાથે ઉઠીને તેની સાથે તેને ઘેર જવા તે ચાલે. ૩૫૭ પછી એ ગૃહસ્થ પિતાને ઘેર જઈ તેઓ બંનેને સ્નાન-ભેજન આદિથી સત્કાર કર્યો અને પછી પિતાની “ શ્રીમતી” નામની પુત્રીને કુમાર પાસે લાવીને બે હાથ જોડી તેણે કુમારને વિનતિ કરી, કે “હે સ્વામિ ! મારા જીવનતુલ્ય આ મારી પુત્રીનું પરિગ્રહણ કરી આપ તેને કૃતાર્થ કરે.” ૩૫૮-૫૯ તે પછી રાજકુમારની કેટલીક ભ્રકૂટીની ચેષ્ટાઓથી ચેતી જઈને તેને મિત્ર બોલે –“અરે ભાઈ! જેનું કુળ તથા શીલ તને જાણવામાં નથી તેવા આ પુરૂષને તું તારી પુત્રી કેમ આપે છે ? કેમકે પૃથ્વી પર ઘણું ધૂર્ત લેકે ગુપ્ત રીતે ફર્યા કરે છે. માટે કાગડાને જેમ કાયેલ ન અપાય તેમ, તું આને પોતાની પુત્રી ન આપ.” ત્યારે તે ગૃહસ્થ કહ્યું –ભલા માણસ! તમે આવા સુજ્ઞ થઇને અજ્ઞાનીની પેઠે કેમ બોલે છે ? સદગુણવાળું માણેક પ્રાપ્ત કરીને કે માણસ તેનું કુળ જેવા બેસે ? ૩૬૦-૩૬૨ કેએક ઉત્તમ વસ્તુ જેવી જોવામાં આવે કે તરત જ તેના ગુણે પિતાની મેળે (જેનારના) જાણવામાં આવે છે. જેમકે ઊંચી જાતનું કપૂર, તેની પરીક્ષા કરવાથી સુગંધી કેમ બને ? ( અર્થાત્ તેવા કપૂરની તો સ્વાભાવિક રીતે જ સુગંધી હોય છે–પરીક્ષા કરવાની જરૂર રહેતી નથી.) ૩૬૩ માટે હે દાતા પુરુષ! મારી આ પ્રાર્થનાને આપે અવશ્ય સ્વીકારવી જોઈએ; કેમકે, કેઈની પ્રાર્થનાને સ્વીકાર કરવો તે સત્પનું પ્રથમ વ્રત છે.” ૩૬૪ પછી કુમારે પણ કંઈ
( ૭૬ )
For Private and Personal Use Only