________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૬ )
શ્રી જૈનતત્વસંગ્રહ,
જવાબ-આખા દાણા પલાડી મુકી તેનાં પેટે ફાવે ત્યારે સુકવીને પછે તેની દાલ કાઢે છે તેમાં ધાન્યના ઉગતા અંકુરી અનંતકાય જીવ સમુહની ઉત્પતિ તથા વિનાશ થાય છે. માટે તેમ કરવું અનુચિત છે. અને દાલ કરેલી તેને પલાડી ઉપરથી છોડા ઉખડે છે એ લાભા લાભને વિચાર કરી નીર ધારેલું કાર્ય કરનાર ગૃહસ્થ વિવેકરૂપ થશુએ દેખતે જાણ. જેમ નગર પ્રવેશ કરવા પાંસરી સડક મુકી વક્રમાર્ગે ન જવું, જે કાર્ય થડા ખરચ અને થોડા પ્રયાસે થતુ હોય તે વધારે ખરચ કરવાની શી જરૂર છે, તેમજ થોડા આરજે કાર્ય થાય તે ઘણે આરંભ ન કરે. આ શીખામણ મુખ્યતાએ સી વર્ગને ધારવાની છે.
પ્ર–૨૩ મિથુન સેવનાર ગૃહસ્થ પ્રભાતે સ્નાન કવિના જનમંદીરે જાય કે નહી..
ઊ–મિથુન સેવનાર શ્રાવક શ્રાવિકા વિવેકી હોય તે પ્રથમથી જ અંગશુદ્ધ કરે છે, જેમ વડીનીત કરીને ગુદા શુદ્ધ કરે છે તેમ જલથી તે અપવિત્ર સ્થાન શુદ્ધ કરે છે, પછે પ્રભાતે હાથ પગ નાભી લગે અંગ શુદ્ધ કરી જીન મંદીરે જઈ અગ્ર પૂજા ભાવપૂજા કરતાં બાધક નહી. માત્ર અંગપૂજા તે સર્વને સ્નાન કરીને જ થાય છે કેમકે દેવતા પવિત્ર છતાં પણ સ્નાન કરી ઇનપુજા કરે છે. તો મનુષ્યને અશુચિના નવ, બાર, દ્વાર વહેતા છતા નાનવિને પૂજા કેમ ઘટે, માટે યતનાએ સ્નાન કરી જીનપૂજા કરે. જીનભુવન સમીપે બાહેર રહી સુઆલા સુતકવાલે પણ જીનેશ્વરનું દર્શન કરે તે દુષણ નહી. ઘણે લાભ છે. આ વિછે શંકા કરનાર અજ્ઞાની અબુઝ જાણવા. માત્ર જલથી જ પવિત્ર પણું માનનાર બ્રાહ્મણાદિક આ બાબતમાં કુતર્કે કરે છે પણ તેણે સમજવું જે.
आरंभे वर्तमानस्य। मैथुनामिरतस्यच ।
તરવમવેત્તા બ્રાહ્મણ યુધિષ્ઠિર ? ભાવાઈ–ઝવ વધમાં સદા પ્રવર્તે, તેમજ મિથુન ભેગમાં નિરંતર તત્પર હોય, એવા બ્રાહ્મણને હે ધર્મરાજા કયાંથી શુદ્ધતા થાય, એમ મહાભારતાદિકે કહ્યું છે. માટે દયા સત્યાદિક ગુણવિના માત્ર પાણીથી શુદ્ધતા થાય નહી, જલ છે તે બાહ્ય પવિત્ર ગુણી છે, માટે ગુણી પુરૂષોએ પૂર્વાપર વિચાર કરી કાર્ય કરવું. પણ હુસ્તર ભવ સમુદ્રને કાંઠે દેખાડનાર એવું જે જીનેશ્વરનું દર્શન તેને અંતરાય કેઈને કરે નહી. કેમકે પુરૂષને અશુચિના નવ દ્વાર, અને સ્ત્રીને બાર દ્વાર સદાવહે છે, તેને સ્નાન કરવાથી પણ અપવિત્ર રહે છે તે વિચાર કરે કે કેવી રીતે પવિત્ર થવું, પણ વ્યવહાર શુદ્ધિ ભણી બાહ્ય અંગ નોતીસર પવિત્ર કરી દેવગુરૂનું દર્શન ભક્તિ અને શાસ્ત્રાભ્યાસ નિરંતર કરે એજ સારે છે. - પ્ર–૨૯૪ મરનાર પાછલ રેવા કુટવા અને રાગડા તાણવા વગેરેને રીવાજ પાલે છે તે એગ્ય છે કે નહી.
For Private and Personal Use Only