________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www. kobatirth.org
"તેથી ઉપનિષદોનો અભ્યાસ અત્યંત મહત્ત્વનો છે. આ ઉપનિષદ્ ગૂઢ વિદ્યા છે, ગુપ્ત રાખવાની છે. તેથી ગુરુ જ પોતાના મોટા પુત્રને અથવા સુશિષ્યને કહે તેવી રજૂઆત ઉપનિષદોમાં છે. આ રહસ્યને સમજી શકાય તે માટે ઉપનિષદોનાં ઘણાં અધ્યયનો થયા છે. તેમાં મુખ્ય દશ ઉપનિષદો, સન્યાસ વિષયક ઉપનિષદ યોગ વિષયક ઉપનિષદ વગેરે છે, પરંતુ વેદને કેન્દ્રમાં રાખી તે વેદ સાથે સંકળાયેલા ઉપનિષદોનો અભ્યાસ થયેલ ન હતો, તેથી તે પ્રમાણેનાં સંશોધનની આવશ્યકતા હતી, કે જેમાં એક જ વેદની સાથે જોડાયેલા – તે વંદ પરંપરામાં રહેલાં ઉપનિષદોનો અભ્યાસ હોય જે બાબતનો પ્રયાસ આશોધ-પ્રબંધમાં કરવામાં આવ્યો છે. જે સામવંદનાં ઉપનિષદોનો છે. તેના અભ્યાસની અત્યંત આવશ્યકતા હતી, કારણ કે આ પ્રમાણેનો પ્રયાસ આ પહેલાં થયેલા નથી. આ પ્રમાણેના પ્રયાસથી નવી દિશા ખૂલે તે અત્યંત જરૂરી હતું.
ઉપનિષદોની મહત્તાને કારણે તેના અનેકવિધ પ્રકાશનો થયેલા છે. પરંતુ અહીં વંદનીય પં. શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા પ્રકાશિત ૧૮ ઉપનિષદો, નખંડ, સાધનાખંડ, બ્રહ્મવિદ્યાખંડ છે. તેમાંથી સામવેદના ૧૬ ઉપનિષદો આધારરૂપે લીધેલા છે. આ માટે હું પૂ. પ્રાતઃસ્મરણીય ૫. વર્યશ્રી રામશમાં આચાર્યનો અત્યંત ઋણી છું, અને તેમને કોટિ કોટિ વંદન કરી આભાર વ્યકત કરું છું. તેઓનું હિન્દી ભાષાંતર પણ અત્યંત સરળ અને મનનીય છે. આ ઉપરાંત તેઓશ્રીનાં પ્રકાશનમાં "વાસુદેવ ઉપનિષ" અને "અવ્યક્તોપનિષદ્' સામવેદના ન હતાં, તે માટે "ઉપનિષસંગ્રહ" સંપાદક, પડત જગદીશ શાસ્ત્રના ઉપર્યુક્ત સંગ્રહનાં આધાર લીધંલ છે. નખનું પણ હું ઋણ સ્વીકાર્યું કરું છું.
આ મહાનિબંધને અગિયાર પ્રકરણોમાં વિભાજિત કરેલ છે. પ્રથમ પ્રકરણમાં ઉપનિષદોના ઉદ્ભવ, વિકાસ, પ્રસાર અને ઉપનિષદ્ શબ્દનો અર્થની રજૂઆત કરેલ છે. બીજા પ્રકરણમાં ઉપનિષદૂનાં શાંતિમંત્રની સમજૂતી અને ત્રીજા પ્રકરણમાં ૧૬-ઉપનિષદોનો સારાંશ રજૂ કરેલ છે.
conse
For Private And Personal Use Only