________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
35
श्री सद्गुरु परमात्मने नमः ।
પ્રFનાવના
ઉપનિષદો એ ભારતીય સંસ્કૃતિના જ નહિ, પરંતુ સંપૂર્ણ વિશ્વની સંસ્કૃતિના પ્રાણ છે. તેથી જ સ્વામી વિવેકાનંદે ઉપનિષદ્ધા ધર્મને જ આધુનિક યુગનો ધમ ગણાવેલ છે. આ ઉપનિષદો વિશે અનેકવિધ સંશોધન અને અધ્યયનાં થયા છે. તે સંશોધનો વિશે વિચારતા, મેં સામવેદ સાથે જોડાયેલા ઉપનિષદોનું અધ્યયન કરવાનું વિચાર્યું. કારણ કે આ સંશોધનમાં આ રીતના અધ્યવનોની રજૂઆત ન હતી અને અમારી વંશ પરંપરાનો વંદ સામવેદ છે. તેથી સામવેદ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ કરવાની ઈચ્છા હતી. તેમજ ગીતામાં પણ વેરાનો સામવેf ......! એમ ભગવાન દરેક વેદોમાં સામવેદ જ શ્રેષ્ઠ છે, તેમ જણાવી પોતાની વિભૂતિ ગણાવે છે. તેથી સામવેદ સાથે સંકળાયેલા ઉપનિષદોનો અભ્યાસ કરવાનો વિચાર ફૂર્યો અને તેથી શોધ-પ્રબંધ માટે આ વિષય લેવામાં આવ્યો. એટલું જ નહિ ગીતાના માહામ્યને યક્ત કરતાં ક્લોક.........
सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः ।
वत्सोऽर्जुन: सुधीर्भोक्ता दुग्धं गीतामृतमहत् ।।
આમ ગીતા પણ સર્વે ઉપનિષદોનો સાર છે. તેથી ગીતાના મુળરૂપ ઉપનિપદોનો અભ્યાસ કરવાનો વિચાર કરી તે ઉપનિષદોમાંથી અમારા ગોત્ર સાથે સંકળાયેલ હોવાથી સામવેદના ઉપનિષદોને વિપયરૂપે પસંદ કર્યો.
ઉપનિષદોનાં માધ્યમ દ્વારા જ ભારત ભવિષ્યમાં વિશ્વગુરુનું સ્થાન શોભાવી શકશે એમ દઢપણે સ્વામી વિવેકાનંદજીનું માનવું છે. પાશ્ચાત્ય વિચારક શોપનહર પણ આ જ બાબતને પરોક્ષ રીતે જણાવતાં કહે છે કે, "ઉપનિષદો આ જીવનનું તેમજ મૃત્યુ પછી પરલોકનું ભાથું છે,
For Private And Personal Use Only