________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
-
-
પર્વતની તળેટીમાં આ જે કૂવો દેખાય છે તેને લોકો શાલિભદ્રનો ભંડાર કહે છે.
આ પર્વત ઉપર શ્રીચન્દ્રપ્રભસ્વામીજી, શ્રી મહાવીર સ્વામીજી તથા આદીશ્વર પ્રભુજીની ચરણ પાદુકા વિરાજે છે. ચાલો ! સહુ સાથે પ્રભુ-સમક્ષ ચૈત્યવંદન કરીએ.
પાંચમો પર્વત છે. વૈભારગિરિ. તેનું બીજું નામ ‘ભાવગિરિ છે. પહાડની પાછળની બાજુએ શાલિભદ્રજીનો | ભંડાર અને રોહિણેય ચોરની ગુફા આવેલી છે. સરસ્વતી દેવીની ખંડિત છતાં આ મૂર્તિ કેવી ભવ્ય દીસે છે ! ખોદકામ કરતાં મળી આવેલી પ્રભુ મહાવીર નિજમાતા ત્રિશલાદેવી સાથે સૂતા છે, તે મૂર્તિ સરસ લાગે છે. આ પર્વત ઉપર શ્રી શાંતિનાથ પ્રભુજીનું શિખરબદ્ધ જિનાલય છે. ચાલો ! પ્રભુજીના ભાવથી દર્શન કરીએ.
ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સાહિબા જગ શાંતિ કરનાર અખિલાનંદી નિરખતા હૈયે હર્ષ અપાર અકલંકી અવિકલ દશા, આત્માનંદી નાથ શરણ ગ્રહણ પ્રભુ તાહરૂ તારો પકડી હાથ તું તારક જગ દિન મણિ તું દેવાધિદેવ
(૨૫)
For Private and Personal Use Only