________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
-
તુજ પદ પંકજ સેવના, શક્તિ દા નીતમેવ સૂરિ રાજેન્દ્ર નમો નમો નિત્યાનંદ જિણંદ જયન્તસેન શાંતિપ્રદા નિરખ્યા જ્ઞાન નિણંદ.
સ્તવન હો વિતરાગી ! ભવના બંધન મારા નાથ નિવારજો. હો બડભાગી | દર્શન તારું પામ્યો મિથ્યા વારજો. કુગુરૂ કુસંગે પરિવરિયો, લખ ચોરાશી ફેરા ફરિયો ભવ સાયરથી નહિ - નિસ્તરીયો... હો વીતરાગી.. ૧ નહી દીધું દેતાને વાર્યા, તપ શીયલને પણ મેં નહીં ધાર્યા પ્રભુ ! અનંત જન્મ એથી હાર્યા. હો વીતરાગી. ર પર અવગુણ જીભ થકી ગાયા, પર અવગુણ કાનો ને ભાયા નહીં જાણું અવગુણ દુ:ખ દાયા હો વીતરાગી.. ૩ પર નારીમાં હું લલચાયો, ભવ-ભવમાં એથી અથડાયો પુણ્યોદયે તુમ શરણે આયો... હો વીતરાગી. ૪ તમે રાગ-દ્વેષથી મુક્ત થયા, અમે રંગરાગથી યુક્ત રહ્યા અમે ભુલ્યા તારા વચન કહ્યા.. હો વીતરાગી... ૫ સૂરી રાજેન્દ્ર પદવી ધારી, યતીન્દ્ર ચરણ પાવનકારી જાઉં જયન્તસેન તરસ બલિહારી... હો વિતરાગી. ૬
-(૨૬
For Private and Personal Use Only