________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચાવનમે દિન લહ્યું, નિરૂપમ કેવલનાણ; ભવિક જીવ પડિબોધવા, વિચરે મહિલા જાણી વિહાર કરતાં આવીયા એ, બાવીસમા જિનરાય; દ્વારિકા નયરી સમોસર્યા, સમવસરણ તિહાં થાય. ૩ બાર પરદા તિહાં મળી, ભાખે જિનવર ધર્મ, સર્વ પર્વતથિ સાચલો, જેમ પામો શિવશર્મ. તવ પૂછે હરિ નેમને, ભાખો દિન મુજ એક થોડો ધર્મ કર્યા થકી, શુભ ફલ પામું અનેક. નેમ કહે કેશવ સુણે, વરસ દિવસમાં જાય મૃગશિર સુદ એકાદશી, એ સમો અવર ન કોય. ઈણ દિન કલ્યાણક થયાં, નેવું જિનના સાર; એ તિથિ વિધિ આરાધતાં, સુત્રત થયા ભવ પાર. તે માટે મોટી તિથિ, આરાધો મન શુદ્ધ; અહોરો પોસહ કરો, મન ધરી આતમ બુદ્ધ દોઢસો કલ્યાણક તણું, ગણણું ગણે મનરંગ મૌન ધરી આરાધીઓ, જિમ પામો સુખ સંગ. ઉજમણું પણ કીજીએ, ચિત્ત ધરી ઉલ્લાસ; પંઠા ને વીંટાંગણા, ઇત્યાદિક કરો ખાસ. એમ એકાદશી ભાવશું એ, આરાધે નરરાય; સાયિક સમકિતનો ધણું, જિન વંદી ઘેર જાય. ૧૧ એકાદશી ભવિયણ કરો એ, ઉજવલ ગુણ છમ થાય; ક્ષમાવિજય જસ ધ્યાનથી. શુભ સુરપતિ ગુણ ગાય. ૧૨
For Private and Personal Use Only