________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ શ્રી પર્યુષણ ચૈત્યવંદન. પર્વ પર્યુષણ ગુણનીલો, નવ કલ્પી વિહાર; ચાર માસાન્તર સ્થિર રહે, એહીજ અર્થ ઉદાર. આષાઢ સુદ ચઉદશ થકી, સંવત્સરી પચાસ મુનિવર દિન સિત્તેરમે, પડિકમતાં ચૌમાસ. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરૂનાં બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભલે એક તાન. જિનવર ચિત્ય જુહારીયે, ગુરૂભક્તિ વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વમાલ. દર્પણથી નિજ રૂપને, જુવે સુદષ્ટિ રૂપ, દર્પણ અનુભવ અર્પણે, જ્ઞાનરમણ મુનિ ભૂપ. આત્મ સ્વરૂપ વિલોકતાં, પ્રગટય મિત્ર રવભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. નવ વખાણ પૂજી સુણે, શુકલ ચતુથી સીમા પંચમી દિને વાંચે સુણે, હોય વિરાધકે નિયમા. એ નહી પર્વ પંચમી, સર્વ સમાણી રે; ભવભીરૂ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથે. શ્રત કેવલી વયણાં સુણીએ, લહી માનવ અવતાર શ્રી શુભવીરને શાસને, પામ્યા જય જયકાર.
૨૪ શ્રી પર્યુષણનું ચૈત્યવ દન. શ્રી શત્રુંજય શૃંગાર હાર, શ્રી આદિજિર્ણ દ; નાભિરાય કુળચંદ્રમા, મરૂદેવીનંદ.
For Private and Personal Use Only