________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂર્વે હશે શેષને બાળ, તેને દેખી ઉછળતી મનમાં ઝાળ; તેણે કમેં જોયા વનનાં ઝાડ, સાહેલી. ૧૪
સખી વનમાં જનમ્યો છે બાળ, ક્યારે ઉતરશે અમારી આળ; એવ કરશું માને મોસાળ. સાહેલી ૧૫ - વનમાં ભમતાં મુનિ ટીડા આજ, અમને ધર્મ બતાવે મુનિરાજ; કયારે સરશે અમારાં કાજ. સાહેલી ૧૬,
૧૨ અગીયારસની સઝાય. ગાયમ પૂછે વીરને સુણે સ્વામીજી, મૌન એકાદશી કોણે કહી, કોણે પાલી કોણે આદરી. સુણે એહ અપૂર્વ દિન સહીં.
વીર કહે સુણ ગોયમાં ગુણ ગેહાજી, નેમ પ્રકાશી એકાદશી સુણો ગોમાજી, ગોવિંદ કરે મલારસી. ૨
દ્વારામતી નગરી ભલી સુણો નવ જોયણ આયામ વસી, છપન કોડ જાદવ વસે; સુણ કૃષ્ણ બિરાજે તિણી નગરી.૩ વિચરતાવિચરતા નેમજી સુણે, આવી રહ્યા ઉજવલ શિખરે; મધુર ધ્વનિ દીયે દેશના, સુણો ભવિયણને ઉપગાર કરે. ૪ " ભવ અટવી ભીષણ ઘણું, સુણે તે તરવા પંચ પવી કહી બીજે બે વિધ ધર્મ સાચો, સુણો દેશ વિરતિ સર્વ વિરતિ સહી. પંચમી જ્ઞાન આરાધીઓ, સુણો પંચ વરસ પંચ માસ વળી અષ્ટમી દિન અષ્ટકમનો, સુણ પરભવ આયુને બંધ કરે ૬. ત્રીજે ભાગે નવમે ભાગે, સુણો સતાવીશમે ભાગે સહી,
For Private and Personal Use Only