________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
દરબાર બાર વરસે લીધી છે સંભાર. સાહેલી. ૩
સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારા સસરે મેલી વનવાસે. સાહેલી ૪
પાંચસે સખીઓ દીધી છે મારે બાપે, તેમાં એકે નથી મારી પાસે એક વસંતબાળા મારી સાથે. સાહેલી ૫
કાળો ચાંલ્લે ને રાખડી કાળી, મેલ્યાં વન મોઝારી, હવે સહાય કરે દેવ મારી. સાહેલી
મારી માતાએ લીધી નહિ સાર, મારા પિતાએ કાઢી ઘર બહાર; સખી ન મળ્યો પાણીને પાનાર. સાહેલી. ૭
મને વાત ન પૂછી મારે વીરે, મારા મનમાં નથી રહેતી ધીર; મારે અંગે ફાટી ગયા ચીર. સાહેલી ૮
મને દીશા લાગી છે કાળી, મારી છાતી જાએ છે ફાટી, અંતે અંધારી અટવીમાં કમ્ નાખી. સાહેલી ૯
મારૂં જમણું ફરકે છે અંગ, નથી બેઠી હું કોઇની સંગ, આ તો શો પડયો રંગમાં ભંગ. સાહેલી ૧૦
સખી ધાવતા છોડાવ્યાં હશે બાળ, નહિતર કાપી હશે કુણી ડાળ; તેના કમૅ પામી છેટી આળ. સાહેલી. ૧૧
વનમાં ભમતાં મુનિ દીઠા આજ, પૂર્વ ભવની પૂછી છે વાત છે સ્થા કીધાં હશે પાપ. સાહેલી. ૧૨
બેન હસતા જે હરણ તમે લીધા, મુનિરાજને બહુ દુઃખ ન દીધાં; તેના કમેં તમે વનવાસ લીધાં. સાહેલી. ૧૩
For Private and Personal Use Only