________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૩ ત્રણ દિશે ધર્મ હોશે નહિ, દક્ષિણ દિશે ધર્મ હશે રે, ચંદ્ર૯ સેનાની થાળી મળે, કુતરડો ખાવે ખીર રે, ઉંચતણી રે લક્ષ્મી, નીચતણે ઘેર હોશે રે. ચંદ્ર ૧૦ હાથી માથે બેઠો રે વાંદરો, તેને શે વિસ્તાર રે, સ્વેચ્છી રાજા ઉંચા હશે, અસલી હિન્દુ હેઠા હાથ રે. ચંદ્ર૧૧ સમુદ્ર મર્યાદા મૂકી બારમે રે, તેનો શો વિસ્તાર રે; શિષ્યચેલોને પુત્રપુત્રીઓ, નહિ રાખે મર્યાદાલગાર રે, ચંદ્ર૧૨ રાજકુંવર ચઢયો પિઠીએ, તેને શે વિસ્તાર રે; ઉચોતે જૈનધર્મ છાંડીને, રાજાની ધર્મ આદરશે રે ચંદ૦ ૧૩ રત્ન ઝાંખા રે દીઠા ચૌદમે તેને શો વિસ્તાર રે ભરતક્ષેત્રના સાધુ સાધવી,તેને હેત મેળાવા થોડા હશેરે.ચંદ્ર-૧૪ મહાવતે જીત્યા વાછડા, તેને શે વિરતાર રે; બાળક ધર્મ કરશે સદા, બુઢ્ઢા પરમાદી પડયા રહેશે રે. ચંદ્ર ૧૫ હાથી લઢે રે માવત વિના, તેને શો વિસ્તાર રે, વરસ થોડાને આંતરે, માગ્યા નહિ વરસે મેહ રે. ચંદ્ર- ૧૬ વ્યવહાર સૂત્રની ચૂલિકા મથે, ભદ્રબાહુ મુનિ એમ ભાંખે રે, સોળ સુપનને અર્થ એ, સાંભળો રાય સુધીર રે. ચંદ્ર ૧૭
૭ વૈરાગ્યની સઝાય. (૧) જાઉં બલિહારી રે વૈરાગ્યની, જેહના મનમાં એ ગુણ આવ્યો રે, મોક્ષના મોતી તે જીવડા, નરભવ સફળ તેને પાયો રે. જાઉં,
For Private and Personal Use Only