________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ ચોથો થે-સ્તુતિઓ.
૧ બીજની સ્તુતિ. જબુદ્દીપે અહોનિશ દીપે, દેય સૂર્ય દેય ચંદાજી; તાસ વિમાને શ્રી ઋષભાદિક, શાશ્વતા શ્રી જિનચંદાજી; તે જાણી ઉગતે શશિ નિરખી, પ્રણમે ભવિજન અંદાજી બીજ આરાધે ધર્મની બીજ, પૂજી શાંતિ જિર્ણ દાખ. ૧ દ્રવ્ય ભાવ દય ભેદે પૂજે, ચોવીશે જિનચંદાજી; બંધન દેય દૂર કરીને, પામ્યા પરમાણંદજી; દુષ્ટ ધ્યાન દોય મત્ત મતંગજ, ભેદન મત્ત મહેંદાજી; બીજ તણે દિન જે આરાધે,જેમ જ મહા ચિરનંદાજી. ૨ દ્વિવિધ ધર્મ જિનરાજ પ્રકાશે, સમવસરણ મંડાણજી; નિશ્ચય ને વ્યવહાર બેહુદું, આગમ મધુરી વાણ; નરક તિર્યંચ ગતિ દોય ન હોવે, બીજ તે જે આરાધેજી; દ્રિવિધ દયા ત્રસ સ્થાવર કેરી, કરતાં રિવસુખ સાધે . ૩ બીજવંદન પર ભુષણ ભૂષિત, દીપે લલવટી ચદાજી, ગરૂડ જક્ષ નારી સુખકારી, નિર્વાણ સુખકંદજી; બીજ તણે તપ કરતાં ભવીને, સમકિત સાંનિધ્યકારીજી; ધીરવિમળ શિષ્ય કહે ઈશુવિધ શીખ,સંધનાવિનનિવારીછ૪
For Private and Personal Use Only