________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
ઢાળ પાંચમી. (કપૂર હવે અતિ ઉજલે–એ દેશી.) સમવસરણ દેવે મલીરે, રચિયું અતિહિ ઉદાર; સિંહાસન બેસી કરી, દીએ દેશના જિન સાર. ચતુર નર કીજે ધમસદાઈજિમ તુમ શિવસુખ થાય. ચતુર નર કીજે૦૧ બારે પરખદા આગેલેરે, કહે ધર્મ પ્રકાર; અમૃત સમ દેશના સુણી, પ્રતિબધા નરનાર. ચતુર નર૦ ૨ ભરત તણા સુત પાંચસેરે, પુત્રી સાતમેં જાણ; દિક્ષા લીયે જિનળ કનેરે, વૈરાગે મન આણ ચતુર નર૦ ૩ પુંડરીક પ્રમુખ થયા, ચોરાસી ગણધાર; સહસ ચોરાસી તિમ મલીરે, સાધુ તણે પરિવાર, ચતુર નર૦ ૪ બ્રાહ્મી પ્રમુખ વલી સાહુણ, ત્રણ લાખ સુવિચાર; પાંચ સહસત્રણ લાખ ભલારે, શ્રાવક સમકિત ધાર.ચતુર નર૦ ૫ ચેપન સહસ પંચ લાખ કહીર, શ્રાવિકા શુદ્ધ આચાર; ઈમ ચઉવિ સંધ થાપીને, ઋષભ કરે વિહાર. ચતુર નર૦ ૬. ચારિત્ર એક લખ પૂર્વનુંરે, પાલ્યું ગષભ નિણંદ ધર્મ તણે ઉપદેશથી, તાર્યા ભવિજન વૃદ, ચતુર નર૦ ૭ મોક્ષ સમય જાણ કરી, અષ્ટાપદ ગિરિ આવ, સાધુ સહસ દલસું તિહાંરે, અણસણ કીધું ભાવ. ચતુર નર૦ ૮ મહા વદી તેરસ દિને, અભિજીત નક્ષત્ર ચંદ્ર યોગ, મુક્તિ પહત્યા કષભજીરે, અનંત સુખ સંજોગ. ચતુર નર૦ ૮
૧૨
For Private and Personal Use Only