________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એ ઉપદેશ સુણીને સમજયા, જ્ઞાન લોચન દેખાયા; વરદત્ત ગણધર આગે કહીએ, લહીઓ ભવિજન પ્રાણીજી; સૌભાગ્ય પંચમી તપ આરાધો,નિસુણી જિનવર વાણજી. ૪ દેહ નિરોગી સોભાગી થાઓ, પામે રંગ રસાલજી; મૂરખપણું દૂર છાંડે, માંડો જ્ઞાન વિશાલજી; સૌભાગ્ય પંચમી જે નર કરશે, તે વરશે મંગલ માલજી; ગજ રથ છોડો સુંદર મંદિર, મણિમય ઝાકઝમાલજી. ૫ સંવત સત્તર અફાવન માંહિ, સિદ્ધપુર રહી ચોમાસું કાર્તિક સુદી પાંચમ દિને ગાયે, સફલ ફલી મુજ આશજી; તપગચ્છ નાયક દિનકર સરીખા, શ્રીવિજયપ્રભ સુરિંદાજી; શ્રીવિજયરત્ન સૂરીશ્વર રાજે, પ્રણમે પરમાનંદાજી. ૬ કલશ-ઇમનેમિ અનવર સયલ સુખકર, ઉપદિશે વિહિતકરે; તપગચ્છ નાયક શિવસુખદાયક, લાયક માંહી પુરંદરે; શ્રી લાભકુશલ વિબુધ સુખકર, વીર કુશલ પંડિત વરે; સૌભાગ્ય કુશલ સુગુરૂ સેવક, કેશવ કુરાલ જયકરો. ૭
શ્રી સૌભાગ્ય પંચમી સ્તવન સંપૂર્ણ
૫ અષ્ટમીનું સ્તવન. દેહા–પંચ તીર્થ પ્રણમ્ સદા, સમરી શારદ માય; અષ્ટમી સ્તવન હરખે રચું, સુગુરૂ ચરણ પસાય. ૧
ઢાળ પહેલી. હાંરે લાલા જે બૂદ્વીપના ભરતમાં, મગધ દેશ મહંતરે, લાલા. રાજગૃહી નયરી મનોહર, શ્રેણિક બહુ બળવંત રે લાલા,
For Private and Personal Use Only