________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 98 શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છંદ. સકલ સાર સુરતરૂ જગ જાણે, સુજસવાસ સકલ પરિમાણું, સકલ દેવ શીર મુકટ સુચંગ, નમો નમો જિન પતિ મનરંગ-૧ જે જનમનરંગ અકલ ભંગ તેજ તરંગ, બહુ પુન પ્રસંગે નિત ઉછરંગ; હરખત અંગે સિસ ભુજંગ, દે સહુ રંગ સુરપતિ શૃંગ સારંગ 2 સારંગા વકત્ર પુન્ય પવિત્ર, રૂચિર ચરિત્ર જિવિત્ર, તે જે જન મિત્ર પંકજપત્ર, નિર્મલ નેત્ર સાવિત્ર જગ જીવન મિત્ર, તરસત સત્ર મિત્રામિત્ર માવિત્ર, વિશ્વત્રચચિત્ર, ચામર છત્ર શીસ ધરિત્ર પાવિત્ર; -3 પાવિત્રા ભરણું, ત્રિભુવન સરણે મુક્તા ભરણું આચરણે સુરવર ચિતચરણું, શીવ સુખકરણું, દારિદ્રહરણું, આવરણું સુખ સંપત્તિ ભરણું, ભવજલતરણું, અઘસંહરણું, ઉદ્ધરણું, ને અમૃતઝરણું, જનમનહરણું, વરણાવરણ, આદરણ -4 આદરણું પાલ, ઝાકઝમાલં, નિજ ભૂપાલં, અજુઆલ, અષ્ટમી શશિભાલ, દેવદયાલ, ચેતનચાલં, સુકમાલં; ત્રિભુવન રખવાલં, કાલ ડુકાલં, મડાવિકરાળં ભેટાલં, શૃંગારરસાલં, મહકે માલં, હૃદયવિશાલ, ભૂપાલં. For Private and Personal Use Only