________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્પન્ન પ્રતિબંધકરૂપ વિક્નોને દૂર કરે છે? તેનો ઉત્તર આ સૂત્રમાં લૌકિક ઉદાહરણ આપી આ પ્રકારે આપવામાં આવ્યો છે. જેમ ખેડૂત ખેતરને પાણી પાતી વખતે એક કયારામાંથી બીજા કયારામાં અથવા એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી લઈ જવા ઈચ્છે છે, ત્યારે તે પાણીને હાથથી ખેંચીને નથી લઈ જતો. પરંતુ પાણીને રોકનારી પાળી (માટીની બનેલી પાળી)ને કોદાળીથી તોડી નાખે છે (હટાવી દે છે). તે બાંધાના હઠવાથી પાણી સ્વયં પ્રવાહિત થઈને યથેષ્ટ સ્થાન પર પહોંચી જાય છે. અથવા ખેડૂત સ્વર્ય છોડવાની જડોમાં જલીય અથવા ભૂમિ સંબંધી રસોને નથી પહોંચાડતો, પરંતુ ખેતરમાં વાવેલા ધાન્ય ઉપરાંત પોતાની જાતે ઉગેલાં (ઉત્પન્ન થયેલાં) મુદ્ગ, ગવેધક, શ્યામક વગેરે ઘાસોને ખોદીને નીંદીને) જુદાં કરી દે છે. છોડવાઓને રસ મળવામાં જે ઘાસ બાધક (અટકાવરૂપ) હતું, તે દૂર થવાથી પાણી છોડવાઓની જડોમાં તેની જાતે પહોંચી જાય છે, અને તેનાથી ભૂમિ-સંબંધી રસ પણ તેમને સ્વયં પ્રાપ્ત થતો રહે છે અથવા એ કહેવું જોઈએ કે છોડવાઓનાં મૂળ-તન્ત રસને ગ્રહણ કરવામાં સમર્થ થઈ જાય છે. એ જ પ્રકારે યોગીના દેહ ઈદ્રિયો આદિ પ્રકૃતિને અનુકૂળ પરિણામોમાં બાધક જે અધર્મ સંસ્કારરૂપ હોય છે, તેમનું નિવારણ યોગજધર્મથી થાય છે અને એ બાધાના દૂર થવાથી ઉપાદાનતત્ત્વ દેહાન્તરમાં ચિત્ત આદિની ન્યૂનતા (ખામી)ને સ્વયં પૂરી કરી દે છે. અહીં વ્યાસ-ભાષ્યમાં અન્વય-વ્યતિરેક ભાવથી આ તથ્યને ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જેમ યોગજધર્મના સંસ્કારોથી અશુદ્ધિનો નાશ થઈ જાય છે અને ચિત્ત આદિમાં દિવ્ય-સિદ્ધિ ઉત્પન્ન થાય છે બરાબર એ જ પ્રકારે અધર્મઆચરણથી અશુદ્ધિ વધી જાય છે, અને ચિત્ત આદિ મલિન થઈ જાય છે જેમ નંદીશ્વર આદિએ યોગ સાધના દ્વારા ચિત્ત આદિની અશુદ્ધિનો નાશ કરીને દિવ્ય-સિદ્ધિઓ પ્રાપ્ત કરી અને અધર્મ આચરણ રૂપ સંસ્કારોના કારણે નહુષ, અજગર આદિએ તિર્થક યોનિઓમાં જન્મ લીધો. આ વિષયમાં યો. (૨/૧૨) સૂત્રનું વ્યાસ-ભાષ્ય પણ દ્રવ્ય છે.
જેમ નંદીશ્વરકુમારે મનુષ્યત્વમાંથી આ જ જન્મમાં યોગજ ધર્મથી દેવત્વને પ્રાપ્ત કર્યું અને નહુશે કે જે દેવોનો પણ રાજા હતો, અશુદ્ધિના કારણે તિર્યક = પશુ, પક્ષીની યોનિને પ્રાપ્ત કરી. ૩ એ નોંધ - (૧) “વર' શબ્દનો અર્થ ધાત્વર્થ મુજબ પ્રતિબંધક અધર્મથી ઉત્પન્ન સંસ્કાર છે. (૨) યોગી અનેક શરીરોનું નિર્માણ કરી લે છે, એ કથન સત્ય જણાતું નથી. કેમકે એ વૈદિક સિદ્ધાંતથી વિરુદ્ધ કલ્પના માત્ર છે. એક જીવાત્મા ગમે તેટલી સાધના કરી લે, તો પણ એક સમયમાં અનેક શરીરોની રચના તથા ધારણ કદાપિ સંભવ નથી. એનું કારણ સ્પષ્ટ છે કે વૈદિક માન્યતામાં જીવાત્મા પરિચ્છિન્ન = એકદેશી છે. વિભ=વ્યાપક નથી અને યો. (૨/૧૩) સુત્રના ભાપ્યથી પણ એ વિરુદ્ધ છે. ત્યાં તો સ્પષ્ટલખ્યું છે કે- “મને ગયુપનમવતિ અર્થાત્ કર્મફળ ભોગવવા માટે અનેક શરીરોનું ધારણ એક સાથે કેવલ્યપાદ
૩૧૫
For Private and Personal Use Only