________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનાથી હઠયોગ આદિ ક્રિયાઓનો સ્પષ્ટ નિષેધ થઈ જાય છે. સૂત્રકારે (૨૪૩)માં તપનું ફળ બતાવ્યું છે. (૪) સ્વાધ્યાય - યોગાભ્યાસ કરવામાં સૌથી પ્રબળ બાધક અજ્ઞાન હોય છે. આ અજ્ઞાન જ બધા ક્લેશોનું મૂળ છે. અને તેની નિવૃત્તિ જ્ઞાનથી જ થાય છે. એટલા માટે જ્ઞાન-પ્રાપ્તિને માટે સ્વાધ્યાય'નું વિધાન ઋષિઓએ કર્યું છે. સ્વાધ્યાયનો અભિપ્રાય છે કે મોક્ષ પ્રાપ્તિનો ઉપદેશ કરનારાં વેદ આદિ સત્ય શાસ્ત્રોનું અધ્યયન કરવું અને કાર આદિ પવિત્રતાકારક મંત્રોનો જપ કરવો. એટલા માટે જે વ્યક્તિ જ્ઞાન વિના જ યોગાભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે અથવા દંભ કરે છે તે કયારેય પણ યોગના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતી. સ્વાધ્યાયનું ફળ સૂત્રકારે (૨/૪૪)માં પણ બતાવ્યું છે. (૫) ઈશ્વર-પ્રણિધાન - આ શબ્દનો અભિપ્રાય એ છે કે સર્વવ્યાપક, સર્વનિયન્તા, સર્વજ્ઞાન આદિ ગુણવાળા ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરવો, તેને જ પોતાનો પરમગુરુ હૃદયથી માનવો અને તેમાં જ પોતાની બધી જ ક્રિયાઓને અર્પણ કરીને ફળનો પરિત્યાગ કરીને નિષ્કામ કર્મ કરવું. આ ઈશ્વર-પ્રણિધાન કરવાથી અભિમાન આદિ દોષોની નિવૃત્તિ તથા વિનય આદિ સદ્ગુણોની વૃદ્ધિ થવાથી યોગ માર્ગ ઘણો જ સુગમ બની જાય છે અને કર્મ-ફળોની ઈચ્છા ન કરવાથી સુખ દુઃખની જાળથી બચી જઈ શકાય છે.
આ પ્રકારે યોગી પુરુષ સૂતાં-જાગતાં, ચાલતાં-ફરતાં, ઉઠતા-બેસતાં, ખાતાં-પીતાં પ્રત્યેક ક્રિયાને કરતો હોવા છતાં પણ યમનિયમોના પાલનથી સ્વસ્થ રહે છે, હિંસા આદિ દોષોથી બચતો રહે છે અને સંસારમાં જન્મ-મરણનાં બીજ = કારણ કર્ભાશયને દગ્ધબીજની જેમ ફલોન્મુખ કરવામાં અસમર્થ કરતો મોક્ષનો અધિકારી બની જાય છે. ઈશ્વર પ્રણિધાનનું ફળ સૂત્રકારે (૨૪૫)માં સમાધિની સિદ્ધિ બતાવી છે. ૩રા નોંધ – (૧) સાંતપન કચ્છવ્રત-ગોમૂત્ર, ગોબર, દૂધ, દહીં, ઘી અને કુશાઓનું જળ, એ બધાંને મેળવીને એક એક દિવસ છોડીને ખાય તે “સાંતપન” કૃચ્છવ્રત કહેવાય છે.
(મનુસ્મૃતિ ૧૧/૨૧૨) (૨) ચાંદ્રાયણ વ્રત - દિવસમાં (સવાર, બપોર અને સંધ્યાકાળ) ત્રણવાર સ્નાન કરીને કૃષ્ણ પક્ષમાં (અંધારિયામાં) એક એક ગ્રાસ (કોળિયો) ઘટાડતા જાવ અને ફરીથી શુકલપક્ષમાં (અજવાળિયામાં) એક એક ગ્રાસ (કોળિયો) વધારતા જાવ. આ પ્રકારે ૧૫ દિવસ સુધી ભોજન ઓછું કરતાં કરતાં ફરીથી ૧૫ દિવસ સુધી ક્રમશઃ ગ્રાસ (કોળિયા) વધારવું “ચાંદ્રાયણ' વ્રત કહેવાય છે. (મનુસ્મૃતિ ૧૧/૨૧૬ પ્રમાણે.) (૨) વિત: = વિરૂદ્ધ તર્ક = વિપરીત તર્ક = યમ નિયમ આદિની વિરૂદ્ધ હિંસા, અસત્ય, ચોરી વગેરે વિતર્કો કહેવાય છે. (વાસભાષ્ય યો. ૨/૩૩ ભાષ્યમાં) (સૂત્રકાર યો. ૨/૩૪માં) યમ-નિયમોના પાલનમાં પ્રાપ્ત વિઘ્નોને કેવી રીતે દૂર કરવા - હવે - આ યમ નિયમોના યોગાગંત્વને સિદ્ધ કરીએ છીએ –
યોગદર્શન
For Private and Personal Use Only