________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપ આ પ્રકારે વ્યાસ-ભાખમાં તથા અન્યત્ર સૂત્રકારે પણ કહ્યું છે – (૧) શૌચ - આ શબ્દનો અર્થ શુદ્ધિ અથવા પવિત્રતા છે. આ શૌચ બે પ્રકારના હોય છે – (ક) બાહ્ય (ખ) આંતરિક (આત્યંતરિક), બાહ્ય-શુદ્ધિ પણ બે પ્રકારની હોય છે – એક માટી, પાણી આદિ દ્વારા શરીર, વસ્ત્ર અને નિવાસસ્થાન આદિને શુદ્ધ રાખવા તથા બીજી શુદ્ધિ પવિત્ર આહાર કરવાથી થાય છે. બુદ્ધિનાશક નશીલા મદ્ય-માંસ આદિ પદાર્થોનો ત્યાગ, ચોરી વગેરેથી પ્રાપ્ત ભક્ષ્ય પદાર્થોનું પણ સેવન ન કરવું તથા તમોગુણી તેમ જ રજોગુણી પદાર્થોને ન ખાવા ઈત્યાદિ બાહ્ય શુદ્ધિમાં આવે છે. અને આત્યંતરિક (આંતરિક) શુદ્ધિ છે- ચિત્તમાં રહેલા મળોને દૂર કરવા અર્થાત્ ઈર્ષા, લેપ, લોભ, મોહ, ક્રોધ, રાગ આદિ મળોનો અને તેનાં કારણોનો પરિત્યાગ કરવો આત્યંતરિક શુદ્ધિ હોય છે. શૌચનું ફળ શું છે? તેનું કથન (યો. ૨/૪૦-૪૧) સૂત્રોમાં દ્રષ્ટવ્ય છે. (ર) સંતોષ-લૌકિક યાત્રાને માટે પરિશ્રમથી પ્રાપ્ત થનારાં જીવન નિર્વાહનાં આવશ્યક સાધનોથી વધારેની ઈચ્છા ન કરવી. અને જે સાધનો પ્રાપ્ત હોય, તેમનાથી જીવન પસાર કરવું, “સંતોષ” કહેવાય છે. સંતોષ નિયમના અનુષ્ઠાનથી લોભ આદિની વૃત્તિઓ દુઃખ નથી દેતી. અને સંતોષના પાલનથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સર્વાધિક શ્રેષ્ઠ હોય છે. જેનું કથન (૨૪૨) સૂત્રમાં કરવામાં આવ્યું છે. (૩) તપ-તપનો અર્થ છે – કંકોને સહન કરવાં. ઠંડી-ગરમી, સુખ-દુઃખ, ભૂખ-તરસ માન-અપમાન આદિ કંઠ કહેવાય છે જે યોગમાર્ગ પર ચાલનારને દુઃખી કરી શકે છે. જેનાથી ગભરાઈને યોગાભ્યાસી યોગભ્રષ્ટ થઈ જાય છે. માટે શારીરિક તથા માનસિક બંને પ્રકારનાં કંકોને સહન કરવાનું સામર્થ્ય યોગીએ પ્રાપ્ત કરવું જોઈએ. આ તપનું મહત્ત્વ બતાવતાં વ્યાસ-ભાપ્ય (યો ૨/૧)માં લખ્યું છે -
"नातपस्विनो योग : सिध्यति । अनादि कर्म क्लेशवासनाश्चित्राप्रत्युपस्थितविषयजाला चाशुद्धिर्नान्तरेण तप : सम्भेदमापद्यते ।।"
અર્થાત જે તપસ્વી નથી તેનો યોગ સિદ્ધ નથી થઈ શકતો. તપસ્યાનું બીજું ફળ એ છે કે અનાદિકાળથી સંચિત જન્મ-જન્માંતરોની ચિત્તસ્થ વાસનાઓ તથા લેશોથી મુક્તિ તપ વિના નથી થઈ શકતી. ચિત્તમાં હાનિ-લાભ, માન-અપમાન આદિના થતાં જે પ્રબળ ઉદ્દેગ ઉત્પન્ન થઈ જાય છે, તેમને સહન કરવું અથવા તેમનાથી દુઃખી અથવા સુખી ન થવું તપ કહેવાય છે. તપનો અભ્યાસ કરવા માટે ચાંદ્રાયણ આદિ વ્રતોનું પણ જરૂરિયાત પ્રમાણે સેવન કરવું જોઈએ. અહીં વ્યાસ ભાગ્યમાં “યથાયોગ' શબ્દ આપીને એસ્પષ્ટ કરી દીધું છે કે તપના અનુષ્ઠાનમાં શક્તિનું અતિક્રમણ કદાપિ ન કરવું જોઈએ. પોતાના સામર્થ્ય અનુસાર જ તપ કરવું લાભપ્રદ છે. આ જ રહસ્યને વ્યાસ-મુનિએ (યો ૨/૧) સૂત્રભાષ્યમાં સ્પષ્ટ કરતાં લખ્યું છે -
तच्च चित्तप्रसादनमबाधमानमनेनासेव्यमिति मन्यते ।' અર્થાત એ તપ એવું હોવું જોઈએ કે જે શારીરિક રોગ આદિનું કારણ બની શકે.
સાધન પાદ
૧૯૫
For Private and Personal Use Only