SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શેર ચણાને લોટ ને એટલે જ મરીને ભૂકે, એ બધી ચીજોને એકસાન કરી તે મસાલે સદર કેરીઓમાં ભરે. બધી કેરીઓ માય તેવડું મોટું માટલું લાવી, તેમાં દોઢ રૂપિયા ભાર ગુગળની ધુણી દેઈ તેમાં કેરીએ ભરવી, અને તેમાં ત્રણ રૂપિયા ભાર તેલ રેડી માટલાનું મોટું એક સ્વચ્છ લુગડાના કકડાથી બાંધવું. પછી આ માટલું એક ઊંચી માંચી ઉપર મૂકી ચાર અઠવાડિયાં સૂધી દરરોજ તડકામાં મૂકવું, એટલે અથાણું તૈયાર થશે તે કાઢી દહીંભાત સાથે ખાવું. બીજે પ્રકાર મેથીયાં કેરી. ૧૦૦ ગળવા આવેલી કેરી. ૬ શેર સ્વચ્છ સફેત મીઠું ૭ શેર મેથી. ના શેર હળદર. ૩ રૂ. ભાર સૂકાં મરચાં. ૧ શેર મીઠું તેલ. ૩ રૂ. ભાર હિંગ. ૧ રૂ. ભાર ઘી. ૬ રૂ. ભાર છોલેલું લસણ. ૩ શેર મીઠું તેલ. ૪ રૂ. ભાર જરૂ. ૪ રૂ. ભાર જાયફળ. ૪ રૂ. ભાર લવિંગ. ના રૂં. ભાર ગુગળ. ઉપર પ્રમાણે ગળવા આવેલી સો કેરીઓ પાણીમાં જોઈ " નાખી કાપી તેના દાબડા કરવા. પછી સવા શેર સફેત સ્વચ્છ મીહું તડકે સૂકવી દળી નાખવું. ત્રણ શેર મેથી, દોઢ શેર હળદર, અને ત્રીસ રૂપિયા ભાર સૂકાં મરચાં, એ ત્રણ જણસો એક શેર મીઠા તેલમાં જુદી જુદી સાંતળી કાઢી ખાંડી તે તથા એક રૂપિયા ભાર ઘીમાં સાંતળીને ખાંડેલી ત્રણ રૂપિયા ભાર હિંગ, એ બે વાનાં એકસાન કરી ત્રણ શેર તેલમાં મેળવવાં. તેવી જ રીતે છે રૂપિયા ભાર છેલીને કરેલું લસણ, ચાર ચાર રૂપિયા ભાર ખાંડેલું જાયફળ, ખાંડેલાં લવિંગ તથા ખાંડેલું જીરૂં એ ચાર ૨કમ એકઠી કરવી. પછી ઉપરને ખાંડેલે મસાલે આ કેરીઓમાં ભરો. પછી એક મોટા માટલાની અંદર દેઢ રૂપિયા ભાર For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy