________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) ખાટી દ્રાક્ષ –ઉપર જણાવેલી જગ્યાએ પાકતી ખાટી દ્રાક્ષના ગુણ–શીતળતા તથા રૂક્ષતા કરે છે; સ્વાદિષ્ટ લાગતી નથી; આ ખાવાથી શરીરમાં તેજ આવે છે, અને ઝાડાને કબજે થતું હશે તો તે દૂચ થાય છે; પરંતુ સુસ્તી લાગી કેટલીક વાર તાવ પણ આવે છે. ઉપાય –મધ અને આદુ ખાવું. - દ્રાક્ષ –એડન વગેરે ગામમાં પાકતી દ્રાક્ષ ખાવાના -
—એ સમશીતોષ્ણ તથા ખાવામાં રૂચિકર છે એનાથી ગરમી કમી થાય છે; મળની શુદ્ધિ થાય છે ને તેથી શરીર સતેજ બને છે.
અંજીર–યુરોપમાં અંજીર ઘણું જ થાય છે. એના ગુણ–સમશીતોષ્ણ, ખાવામાં રૂચિકર, જેને પેટને રેગ હોય. તેને આ ફળ વિશેષ ગુણકારક છે. ઝાડા નિયમિત થઈ રસ ને ધાતને વધારે કરે છે; ગરમી કમી કરે છે, શરીરમાં તેજ ને કૈવત આવે છે; હૃદયમાંને રેગ નાશ પામે છે; અને છાતી તથા ગળામાંની રૂક્ષતા જાય છે. - સૂકાં અંજીરના ગુણ –સમશીતોષ્ણ અને ખાવામાં સ્વાદિષ્ટ છે. આ ખાવાથી છાતી અને ગળામાંની રૂક્ષતા દૂર થઈ તલ્લીને ઘણે ગુણ કરે છે.
બેદાણ –ગુણ–સમશીતોષ્ણ અને ખાવામાં બેસ્વાદ છે; એથી શરીરમાં તેજ આવે છે ને મળની શુદ્ધિ થાય છે. હરસ અને ઉધરસ વાળાને તથા ઘાંટે બેઠે હોય તેને ગુણ કરે છે, પરંતુ ઉદર રોગવાળાને બાધક છે. ઉપાય–આમલી ખાવી.
१ पुळिप्पु कोडी मुंदिरी चंपळं ( मद्रासी ). ૨ દ્રાક્ષ % (મદ્રાસી ). ૩ સામૈ મત્તારું (મદ્રાસી ). ૪ વિારા મિરા (મદ્રાસી ).
-
For Private and Personal Use Only