________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પધર' ––ગાયનું તરત દેહેલું દૂધ સવારમાં પીવાના ગુણ-છોકરાંઓને તથા અનેક પ્રકારના કફના રોગ વાળાને ગુણકારક છે. આ દૂધથી પેટની અંદર ગરમી નરમ પડે છે. - ઈશ–પસુવિન ગાયને સવારમાં દેહવાને બદલે એક વખત રાત્રેજ દેહી તે દૂધ રતાશ પકડે ત્યાં સૂધી ઉનું કરી જમતી વખતે પીવાના ગુણ-શરીરમાંની ગરમી, કફ રેગ, શ્વાસ, પિત્ત, કેપ, નેત્રના રોગ, ધાતુમાંને વિકાર વગેરે સર્વ રોગ નાશ પામે છે. શરીરની કાન્તિ વધે છે, ને કરી પાળનારને એ ઉપયોગી છે.
ચુનાની ગાયનું દૂધ પીવાના ગુણ –સમશીતોષ્ણ હેવાથી શરીરમાં જુસ્સો આવે છે, પીવામાં ઉત્તમ, બળવર્ધક તથા શરીરની કાન્તિ વધારનાર છે; શરીરની રૂક્ષતા કમી કરી નાખી મગજની શકિત વધારે છે, ને મળ સાફ કરે છે. દૂધ ફાટી જાય (દૂધ ઉકળતું હોય તેમાં દહીં નાખવાની સાથે તે ફાટી જાય છે) પછી તેમાંનું પાણી રેગથી પીડાતા માણસને આપ્યું હોય તે શોષ નરમ પડે છે અને પથરી તથા ગુર્દા તેમજ તલ્લીનું જોર કમી થાય છે. ઉપાય –મધમાં ખાંડ નાખી કાલવી ચાટવું.
ગાય વિયાય ત્યાર પછી દસ દિવસનું દૂધ –આ દૂધના ગુણ–શીત હવાથી શરીરમાં જુસ્સો આવે છે; ભાવે તેવું તથા શરીરમાં કૈવત લાવનારૂં છે; પરંતુ તેથી સુસ્તી લાગે છે અને પથરીને રોગ થાય છે. ઉપાય ––ખાંડ ખાવી. - દૂધભાત–ઉત્તર દેશમાં જમના, નર્મદા, સરસ્વતી, ત્રિવેણું અને તુંગભદ્રા આ પ્રસિધ્ધ નદીઓના પાણીથી પાકેલા મકે અને બાજરીના સાંઠા તથા કપાસિયા ખાઈને પુષ્ટ થયેલી ગાયનું દૂધ લાવી રતાશ પડતું થાય ત્યાં સુધી ઉકાળી ભાતની
૧ મr. ૨ મદ્રાસી. રે વન સપાટ (મા). ४ पसुविन पालशादं (मद्रासी ).
For Private and Personal Use Only