SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) થવા આવે એટલે અઢી રૂપિયા ભાર દૂધ અને તેટલું જ પાણી ભેગું કરી તેમાં નાખવું, અને મેલ ઉપર આવે તે કઢી નાખ . પછી ચાસણું તૈયાર થાય એટલે તેમાં ઉપરની કસ્તુરીનું પાણી નાખી નીચે ઉતારવી, અને તેને તબેથાથી હલાવી ટાઢી પડે એટલે તેમાં ઉપરનો મેદ નાખી દેઈ એક થાળીમાં રેડી પાથરી દે. પછી હલ કરે એટલે તેના છરીથી કકડા કરવા. ૯. કશેરનો હલવો. ૧ શેર કરૂનાં ફળ. ૧ શેર ઘઉને મેદ. ૧૫ રૂ. ભાર ઘી. શેર ખાંડ. ૨ ભાર ગુલાબજળ. ૬ માસા કેસર. કશેરૂનાં એક શેર ફળ છેલી નિસાપર ઝીણું વાટી તેમને રસ કાઢી રાખવો. તેમજ ઘઉને એક શેર મેદે પંદર રૂપિયા ભાર ઘીમાં શેકી તેને જરાક સુરખી આવે એટલે તેને એક થાબીમાં કાઢી ટાઢે થવા દે. પછી પણ શેર ખાંડમાં પાશેર અગર સુમાર પ્રમાણે પાણી નાખી તેની ચાસણી કરવી, ને તૈયાર થવા આવે એટલે છ માસા કેસર ખલ કરેલું બે રૂપિયા ભાર ગુલાબજળ તેમાં નાખવું. પછી તેમાં કરૂનો રસ નાખી તેમાં ઉપરને મેદે પણ છેડે થડે નાખી ચાસણી હલાવતા જવી. પછી તે ઘટ્ટ થવા આવે એટલે થાળીમાં રેડીને પાથર, અને ઠરે એટલે તેના છરીથી કડા કરવા. ૧૦. ખારો હલવો, ૬ રૂ. ભાર ખજુર. રા રૂ. ભાર છોલેલી બદામ. ૧૫ રૂ. ભાર ઘઉને મેદ. ૧૫ રૂ. ભાર ખાંડ ૧૫ રૂ. ભાર ઘી. ૧ માસો કેસર. ૨૩. ભાર ગુલાબજળ. ૧ રતી ભાર કસ્તુરી. છ રૂપિયા ભાર ખજુર અને અઢી રૂપિયા ભાર છોલેલી For Private and Personal Use Only
SR No.020525
Book TitlePakshastra Part 01
Original Sutra AuthorN/A
AuthorChhaganlal T Modi
PublisherChhaganlal T Modi
Publication Year1893
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy