________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) ૮. ટાઢ ભાત–આ ખાવાથી સુસ્તી આવે છે, તથા શરદી થાય છે.
ખિચડી-કૃષ્ણા, ગોદાવરી અને તુંગભદ્રા નદીને કાંઠે, અજવાડા, કાંદીનાડા વગેરે ગામમાં પાકતી ડાંગરના ચોખા અને પશ્ચિમ તરફના પર્વતની તળેટી આગળ આવેલાં ગામમાં થતી તુવેરની દાળ, ચણાની દાળ, કાંદા અને લસણ લાવવાં. ઉપર જણાવેલા ચોખામાંથી ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર લેવા ને દાળ દેઢ શેર લેવી. આ બંનેની ખિચડી પાણીએ સ્વચ્છ ધોઈ નાખવી. પછી ચૂલા પર એક વાસણ મૂકી તેમાં પણ શેર ઘી નાખી તે ઉનું થાય કે તેમાં પંદર રૂપિયા ભાર સમારેલા કાંદા તથા સાડાસાત રૂપિયા ભાર છોલેલું લસણ નાખી લાલચિળ થાય કે તે નીચે ઉતારી મૂકવું. પછી ચૂલા ઉપર એક તપેલામાં પાણી ભરી તેમાં આવરણ આવે કે ઉપર જણાવેલી ખિચડી ઓરી દેવી. પછી તે સિજવા આવે કે તેમાં પેલું ઘી બધું રેડી દેઈ ખિચડી તબેથાવતી હલાવી તેના ઉપર ઢાંકણુ ઢાંકવું; ને પછી ઉપર નીચે અંગારા નાખી બાફ નિકળતાં ખિચડી સુંવાળી ને છુટી થાય કે તે કાઢીને ટાઢી પડે એટલે ખાવી. ગણ–સમશીતોષ્ણ, લેહી વધારનારી, ખાવામાં સ્વાદિષ્ટ, પુષ્ટિ આપી તથા ધાતુ વધારી અંગે મજબુત કરનારી છે. ઘોડા ઉપર બેસનારાને તે ઘણે ગુણ કરે છે.
પુલાવા–ઉપર કહ્યાં તે ગામમાં પાકતા ચેખા ત્રણ શેર ને પાંચ રૂપિયા ભાર તથા દાળ સવા એકત્રીસ રૂપિયા ભાર, એ બેને એકઠા કરી તે ખિચડી પાણીએ સાફ ઈ રાખવી. પછી પાણી ભરીને એક તપેલું ચુલા ઉપર મૂકવું. પાણીમાં આધારણ આવે કે સાડાસાત રૂપિયા ભાર ગરમ મસાલો એક સ્વચ્છ કકડામાં બાંધી તેની પિટલી ઉપર જણાવેલા આધરણના પાણીમાં નાખવી. પાણી ખદખદ થાય એટલે તે પોટલી કાઢી નાખી તે પાણીમાં તૈયાર રાખેલી ખિચડી એરવી. એક
For Private and Personal Use Only