________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાકમાં પિષક ગુણ વધારે હોય છે, અને કેટલામાં ઉણુતા ઉત્પન્ન કરવાને ગુણ વધારે હોય છે. જેમકે ઘઉં, ચણા, અડદ, વાલ વગેરેમાં પિષક ગુણ વધારે હોય છે; અને ઘી, તેલ, ખાંડ ઇત્યાદિ પદાર્થમાં ઉષ્ણતા પિદા કરવાના ગુણ વધારે હોય છે. માણસનું અન્ન કેવળ પિષક કિવા કેવળ ઉષ્ણતાજનક હોય તો તે અન્ન ઉપર તેનાથી વધારે રહી શકાશે નહીં. તેનું અન્ન અને ગુણથી યુક્ત હોવું જોઈએ. બાલ્યાવસ્થામાં મનુષ્યની શારીરિક વૃદ્ધિ જાસ્તી હોય છે તો તે વખતે હલકે અને જેમાં પોષક દ્રવ્ય વધારે હોય તે ખોરાક તેને આપ જોઈએ; અને ચાવનાવસ્થામાં પણ તેવી વૃદ્ધિ હોય છેજ માટે તે વખતે તે વૃદ્ધિના પ્રમાણમાં જેમાં પિોષક દ્રવ્ય વધારે હોય તે જ તેને ખોરાક હોવો જોઈએ. ઠંડા દિવસોમાં અને ઠંડા પ્રદેશમાં શરીરનું રક્ષણ થવા માટે શરીરમાં વધારે ઉણતા હેવી જોઈએ; આટલા માટે તે વખતે ઠંડીના પ્રમાણમાં અન્નમાં ઉષ્ણતા ઉત્પન્ન કરનારા પદાર્થ જસ્તી હોવા જોઈએ. તેમજ ઉષ્ણ પ્રદેશમાં અને ઉન્ડાળાના દિવસોમાં ઉપરના પદાર્થ કમી ખાવા. વર્ષાઋતુમાં શરૂઆતમાં પાચનશક્તિ મંદ હોવાથી ભૂખ કમતી લાગે છે, માટે તે વખતે જડા અને બાદીકારક પદાર્થ ત્યાગ કરવા, અને જેમ જેમ ભૂખ વધતી જાય તેમ તેમ જડાન્નનો ભાગ વધારતા જ. માણસ આજારી હોય છે તે વખતે તેની પાચનશક્તિ કમી થયેલી હોય છે, માટે તે વખતે હલકે ખેરાક ખાવે. ઘી, મલાઈ ઈત્યાદિ જડ પદાર્થ તાવ જેવા આજારમાં કદી પણ ખાવા નહીં. કારણ તેથી કરીને જઠરાગ્નિ મંદ થાય છે, અને તેમ થવાથી અન્ન જોઈએ તેવું પાચન થતું નથી.
ખાધેલું અન્ન ઉત્તમ રીતે પાચન થવા માટે જન નિયમિતે વખતે કરવું જોઈએ. કારણ નિયમિત વખતે ભજન કીધાથી તે જેવી ઉત્તમ રીતે પાચન થાય છે તેમ અનિયમિત રીતે કરેથી થતુ નથી. તેજ પ્રમાણે ઉત્તમ રીતે પાચન થવા અન્ન સારી રીતે ચાવવું
For Private and Personal Use Only